મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

શ્રીનગરમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં સીઆરપીએફના અધિકારી સહીત બે જવાન ઘાયલ

શ્રીનગરના પરીમપુરા વિસ્તારમાં મલ્હુરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ

નવી દિલ્હી :સોમવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પરીમપુરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના અધિકારી સહિત બે જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર પરીમપુરા વિસ્તારના મલ્હુરા વિસ્તારમાં થયો હતો. આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક નાયબ અધિક્ષક અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા છે

 એક દિવસ અગાઉ રવિવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) અને તેમની પત્નીને ગોળી મારી હત્યા કરી દીધી હતી જ્યારે તેમની પુત્રી આ હુમલામાં ઘાયલ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે આતંકીઓ રાત્રે 11 વાગ્યે પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં હરિપરીગામ ખાતે એસપીઓ ફૈઝ અહેમદના ઘરે ઘૂસી ગયા હતા અને પરિવાર પર ગોળીબાર કર્યો હતો.

પરિવારના સભ્યોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એસપીઓ અને તેની પત્ની રાજા બેગમનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પુત્રી રફીયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ઉલ્લેખનીય છે કે . સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

(12:11 am IST)