મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

મુંબઈના 50 ટકાથી વધુ બાળકોમાં મળ્યા એન્ટિબોડી: BMCના સીરો સર્વેમાં ખુલાસો

મુંબઇમાં 1 થી 18 વર્ષની વય જૂથના 51.18 ટકા બાળકોમાં એન્ટિબોડીઝ મળ્યાં.

મુંબઈ :બૃહાન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ મુંબઈમાં કરવામાં આવેલા સીરો સર્વે ના આંકડાઓ જાહેર કર્યા છે. આ સીરો સર્વેના તારણો મૂજબ મુંબઈના 50 ટકાથી વધુ બાળકોમાં કોરોના સામે લડનારા એન્ટિબોડીઝ મળ્યાં છે. મુંબઇમાં 1 થી 18 વર્ષની વય જૂથના 51.18 ટકા બાળકોમાં એન્ટિબોડીઝ મળ્યાં છે.

BMC એ જણાવ્યું હતું કે કરોના મહામારી શરૂ થયા પછી મુંબઈમાં આ ત્રીજો સીરો સર્વે કરાયો હતો. આ સર્વે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો, જેમાં પેથોલોજી લેબોરેટરીમાંથી 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

2,176 લોહીના નમૂનામાંથી 'આપલી ચિકિત્સા નેટવર્ક' અને BMCની નાયર હોસ્પિટલમાંથી લેવામાં આવેલા 1,283 નમૂનાઓ અને 24 મ્યુનિસિપલ વોર્ડની બે ખાનગી લેબોરેટરીના નેટવર્કમાંથી 893 નમૂનાઓનો સમાવેશ થાય છે.

આ સીરો સર્વેના અધ્યયનમાં મુખ્ય તારણોમાં સામે આવ્યું છે કે મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકો પહેલાથી જ SARS-CoV-2 દ્વારા અસરગ્રસ્ત થયા છે.

બૃહાન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) એ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન દરમિયાન કરવામાં આવેલા સીરો સર્વે માં કુલ 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

BMC દ્વારા કહેવામાં આવ્યું છે કે, બીવાયએલ નાયર હોસ્પિટલ અને કસ્તુરબા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (KMDL) દ્વારા હાથ ધરવામાં આવેલા આ સીરો સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે અગાઉના સીરો સર્વેની તુલનામાં એન્ટિબોડીઝ સાથેના બાળકોની વસ્તીનું પ્રમાણ વધ્યું છે.

(10:41 pm IST)