મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

દેશમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધી 40,845 કેસ નોંધાયા : બીમારીથી 3129 લોકોના મોત : ડો,હર્ષવર્ધન

મ્યુકરમાઇકોસિસના 40,845 કેસમાંથી 31,344 કેસ પ્રકૃતિમાં રાઇનોસેરેબ્રેલ : બ્લેક ફંગસથી સંક્રમિત થનારામાં 85.5 ટકા લોકોને કોરોના થયો હતો

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનેરે કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના 40,845 કેસ સામે આવ્યા છે અને તેમાંથી 31,344 કેસ પ્રકૃતિમાં રાઇનોસેરેબ્રેલ છે. રાઇનોસેરેબ્રેલ મ્યુકોરમાઇકોસિસ સાઇનસ, નાકની નલી, મોઢુ અને મસ્તિષ્કમાં ફંગસને કારણે દુર્લભ પ્રકારનું સંક્રમણ છે. કોવિડ-19 પર ઉચ્ચ સ્તરીય મંત્રી સમૂહની 29મી બેઠકમાં હર્ષવર્ધને સભ્યોને જણાવ્યું કે, બીમારીથી અત્યાર સુધી 3129 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે બ્લેક ફંગસથી સંક્રમિત થનારામાં 85.5 ટકા એટલે કે 34940 લોકોને કોરોના થયો હતો, 64.11 ટકા એટલે કે 28187 ડાયાબિટીસથી પીડિત હતા અને 21,523 એટલે કે 52.69 ટકા લોકોને સંક્રમણ દરમિયાન સ્ટેરોયડ આપવામાં આવ્યું હતું.

હર્ષવર્ધને જણાવ્યુ કે, મ્યુકોરમાઇકોસિસથી સંક્રમિત કુલ દર્દીઓમાં 13083 એટલે કે 32 ટકા 18-45 વર્ષના ઉંમરના છે. 45-60 વર્ષ ઉંમર વર્ગના 42 ટકા એટલે કે 17464 દર્દી હતા અને 60 વર્ષથી વધુ ઉંમરના સંક્રમિતોની સંખ્યા 10082 એટલે કે 24 ટકા હતા

(10:36 pm IST)