મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય SPO-પત્નિ-પુત્રીની ઘરમાં ઘુસીને કરી હત્યા

શહીદોના જનાજામાં લોકોની ઉમટી ભીડઃ જબરી નારાજી : અહમદ અલંતીયોરાની ઘટનાઃ SPO ફૈયાઝનું જ ઘટના સ્થળે જ મોતઃ પત્નિ પુત્રીએ હોસ્પિટલમાં દમ તોડયો

શ્રીનગર, તા.૨૮: જમ્મૂ-કશ્મીરના અવંતીપોરામાં આતંકીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. આતંકીઓએ મધરાત્રે જમ્મૂ-કશ્મીર પોલીસના SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આ હુમલામાં ફૈયાઝ અહમદ શહીદ થયા તો તેના પત્ની અને પુત્રીએ પણ વહેલી સવારે જીવ ગુમાવ્યો છે.

આ અંગે જમ્મૂ- કશ્મીર પોલીસે કહ્યું કે કેટલાક અજાણ્યા શખ્સો અડધી રાત્રે SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને સીધુ જ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં ફૈયાઝ અહમદના માથામાં ગોળી મારતા સ્થળ પર જ શહીદ થયા હતા. જયારે તેના પત્ની અને પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજયા છે.

હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બેથી ત્રણ આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો અને ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. છેલ્લા કેટલાક સમયથી કશ્મીરના જુદા- જુદા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તાજેતરમાં જ શ્રીનગરમાં બે જગ્યાઓએ બે પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી તેની હત્યા કરી દીધી હતી. મધ્ય કશ્મીર અને દક્ષિણ કશ્મીરમાં આ પ્રકારની દ્યટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવી ઘટનાઓને ઝ્રય્જ્ સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

આજે બપોરે ત્રણેય શહીદોને દ્વિઅંતિમ વિદાઇ આપવામાં અપાવી હતી. જનાજામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા ત્યારે ત્રાસવાદીઓ વિરૂધ્ધ ફીટકાર વરસાવી રહયા હતા.

(3:17 pm IST)