મુખ્ય સમાચાર
News of Monday, 28th June 2021

દિલ્હી એમ્સના ઈમરજન્સી વોર્ડમાં આગ લાગીઃ ડોકટરોએ રસ્તા પર દર્દીઓની કરી સારવાર

એમ્સમાં આજે સવારે ૫ વાગે આગ લાગી હતી : આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે

નવી દિલ્હી,તા. ૨૮: દિલ્હીમાં સ્થિત(AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં આજે સવારે આગ લાગી હતી.  ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ઈમરજન્સી વોર્ડની અંદર હાજર દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. વેન્ટિલેટર પર હાજર દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જયારે અન્યની ડોકટરો દર્દીઓની બહાર સારવાર કરી રહ્યા છે.

આગને લઈને દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું કે એમ્સમાં આજે સવારે ૫ વાગે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈને પણ નુકસાન થયાના સમાચાર નથી. આ પહેલા ૧૭ જૂને એમ્સના નવમાં માણે આગ લાગી હતી. એમ્સના કન્વર્જેસ બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડિયો સ્થળ પર મોકલવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ ૨૦ ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ કર્મચારીઓની સમજથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

(10:59 am IST)