મુખ્ય સમાચાર
News of Sunday, 28th June 2020

રાજકોટમાં કોરોના ગીચ વિસ્તારોમાં પ્રસર્યો : વધુ 4 રિપોર્ટ પોઝિટિવ : શહેરનો કુલ આંક 157

ગાંધીગ્રામ , કાલાવડ રોડ, આસ્થા રેસિડેન્સી, જલારામ સોસાયટી સહિતના વિસ્તારોમાં 3 પુરુષ અને 1 મહિલાને કોરોના

રાજકોટ: શહેરમાં કોરોના નો ધીમે ધીમે ગીચ વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે . આજે ગાંધીગ્રામના શિવમ પાર્ક , કાલાવડ રોડ પર ના આરકે નગર , આસ્થા રેસીડેન્સી તથા જલારામ સોસાયટીમાં આવેલ પ્રાર્થવ એપાર્ટમેન્ટ સહિતનાં વિસ્તારોમાં ત્રણ પુરુષ અને એક મહિલાને કોરોના હોવાનું નિદાન થયું છે.

આજરોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ ૪ કોરોના પોઝીટીવ કેસની વિગત આ મુજબ છે.(૧) કૈલાશ શુકલા

ઉંમર : ૪૮ / પુરુષ, રહે. શિવમ પાર્ક, ગાંધીગ્રામ પાસે, 

અઠવાડિયાથી દિલ્હીથી આવેલ છે. (૨) મધુકરભાઈ ભોજા મણવર, ઉંમર : ૫૧ / પુરુષ, રહે. આર. કે.નગર, કાલાવડ રોડ, અગાઉ પોઝિટિવ આવેલ ઉષાબેનના સગા છે. (૩) અમિત હંસરાજ મણવર

ઉંમર : ૩૯ / પુરુષ, રહે. આસ્થા રેસિડેન્સી, ૧૫૦' રિંગ રોડ, અગાઉ પોઝિટિવ આવેલ દિવ્યેશભાઈના ભાઈ છે. (૪) ઈન્દિરાબેન કૃષ્ણકાંતભાઈ આલોદરિયા

ઉંમર : ૬૦ / સ્ત્રી, રહે. પ્રાર્થવ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, યુનિવર્સિટી રોડ, બંસી પાર્ક, અમીનમાર્ગ પર ત્રણ પોઝિટિવ આવેલ ખાંટ ફેમિલીના સગા છે.

રાજકોટ શહેરમાં કુલ કેસ : ૧૫૭,  હોસ્પિટલમાં દાખલ: ૪૨, ડિસ્ચાર્જ: ૧૦૯, મૃત્યુ: ૬ થયા છે.

(10:52 am IST)