મુખ્ય સમાચાર
News of Thursday, 28th June 2018

સંત કબીરની મઝાર પર યોગી આદિત્‍યનાથે મુસ્‍લિમ ટોપી પહેરાવાનો ઈન્‍કાર કર્યોઃ વિડીયો થયો વાયરલ

લખનઉ, તા. ૨૮ :. યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે સંત કબીરનગર સ્‍થિત કબીરની સમાધી પર ટોપી પહેરવાનો ઈન્‍કાર કર્યો હતો. તેઓ વડાપ્રધાનની મુલાકાત પૂર્વેની તૈયારીની સમીક્ષા કરવા અહીં આવ્‍યા હતા.  સીએમ જ્‍યારે મહાન સંત કબીરની સમાધી પર પહોંચ્‍યા તો ત્‍યાં મોજુદ એક ખાદીમએ તેમને પરંપરાગત ટોપી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સીએમએ તેમને ના પાડી દીધી હતી. આ અંગેનો એક વિડીયો બહાર આવ્‍યો છે. આ વિડીયોમાં સીએમ જેવા સમાધી પર પહોંચે છે તો તેઓ બન્ને હાથ જોડી પ્રણામ કરતા દેખાય છે ત્‍યારે એક ખાદીમ તેમને ટોપી પહેરાવા ઈચ્‍છે છે અને તેઓ ટોપી લઈને સીએમના માથા તરફ લઈ જાય છે સીએમ તુર્ત જ બન્ને હાથ આગળ કરીને મનાઈ કરી દે છે. તે પછી ખાદીમ હાથમાં  ટોપી લઈને ઉભા રહે છે. સીએમ યોગી ટોપીને સ્‍પર્શે છે તે પછી તેઓ પહેરાવાનો ઈન્‍કાર કરી દે છે અને તે પછી ખાદીમ ટોપીને રાખી દે છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ જાહેર કાર્યક્રમમાં મુસ્‍લીમની ટોપી પહેરવાનો ઈન્‍કાર કર્યો હતો ત્‍યારે તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી હતા.

(11:40 am IST)