કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર
પુત્તરંગશેટ્ટીએ તેમના સમર્થકો અને મતદાતાઓ દ્વારા અપાયેલા વિચારોને ધ્યાને રાખી આ નિર્ણય લીધો

કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સરકારમાં 24 ધારાસભ્યો મંત્રી પદના શપથ લીધા હતા અને ખાતાના ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસે કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવા માટે પક્ષના વરિષ્ઠ નેતા સી.પુત્તરંગશેટ્ટીના નામને મંજૂરી આપી દીધી છે, પરંતુ તેમણે પોતે આ હોદ્દો સ્વીકારવાનો આજે ઈન્કાર કરી દીધો છે
પુત્તરંગશેટ્ટીએ તેમના સમર્થકો અને મતદાતાઓ દ્વારા અપાયેલા વિચારોને ધ્યાને રાખી આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, હું ઉપાધ્યક્ષનું પદ સ્વિકારીશ નહીં. મારા સમર્થકો અને મતદારોએ મને કહ્યું હતું કે હોદ્દો સ્વીકાર્યા બાદ મારા સુધી તેમની પહોંચ મર્યાદિત થઈ જશે, તેથી તેઓ નથી ઈચ્છતા કે હું પદ સ્વીકારું. તેથી હું તેનો સ્વીકારીશ નહીં કરું.
પુત્તરંગશેટ્ટીએ ચામરાજનગરથી ભારતીય જનતા પાર્ટીના વી.સોમન્નાને હરાવ્યા હતા. મુખ્યમંત્રીએ શનિવારે 24 નવા મંત્રીઓને સામેલ કરીને તેમની મંત્રી પરિષદનું વિસ્તરણ કર્યું હતું.