મુખ્ય સમાચાર
News of Saturday, 28th May 2022

પીએમ મોદી મંગળવારે ખેડૂતોના ખાતામાં જમા કરશે 21,000 કરોડ: 31મેં ના રોજ જારી કરશે 11મો હપ્તો

પીએમ મોદી 31મેના દિવસે શિમલામાં લાભાર્થીઓ સાથે કરશે વાત

નવી દિલ્હી : દેશના જરૂરિયાતમંદ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયેલા છે, અને આર્થિક લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જે સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.   

પીએમ મોદી હિમાચલ પ્રદેશના શિમલામાં 31 મેના રોજ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમઓએ જાણકારી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21,000 કરોડ રૂપિયાથી વધુની કિશાન સમ્માન નિધિનો 11મો હપ્તો પણ બહાર પાડશે. પ્રધાનમંત્રી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના 9 મંત્રાલયો અને વિભાગોમાં ફેલાયેલી આશરે 16 યોજનાઓ અને કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

આ મહિનાની શરૂઆતમાં, ઓટીપી દ્વારા આધાર-આધારિત ઇકેવાયસીનો વિકલ્પ પોર્ટલ પર અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો હતો. આ જાણકારી પીએમ કિસાન વેબસાઈટ પર આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) કેન્દ્રમાં જઈ રહ્યા હતા અને ઇકેવાયસી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી રહ્યા હતા. પરંતુ હવે પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થીઓ પીએમ કિસાન વેબસાઇટ દ્વારા કેવાયસીને ઓનલાઇન ફરીથી અપડેટ કરી શકે છે

(10:45 pm IST)