મુખ્ય સમાચાર
News of Thursday, 28th May 2020

એર લાઈન્સ કંપનીઓ દ્વારા કેન્સલ ફ્લાઇટનુ રિફંડ આપવાનુ શરુ : ટ્રાવેલ્સ એજન્ટમાં ખાતામાં જમા કરાશે ટિકિટનું રીફન્ડ

ફ્લાઇટ કેન્સલ થતા પ્રવાસીઓ હેરાન થયા હતા અને રિફંડને લઇને ચિંતામા હતા

નવી દિલ્હી : દેશમા ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ થવાની સાથે જ ઈન્ડિયા અને એર એશિયા ઈન્ડિયાએ વિમાન મુસાફરી માટેની ટિકિટના રિફંડ આપવાના શરૂ કરી દીધા છે. જે ફ્લાઇટ કેન્સલ થઇ તેની ટિકિટનુ રિફંડ આ એર લાઇન્સ ટ્રાવેલ એજન્ટના ખાતામા જમા કરી રહી છે.

જો કે દેશમા લગભગ બે મહિનાથી બંધ પડેલી વિમાન સેવાની 25 મે 2020થી હાલત ખરાબ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા જ દિવસે રાજ્યોના પ્રતિબંધોના કારણે લગભગ 630 ફ્લાઇટ કેન્સલ કરવામા આવી હતી. એવામા કેટલાક પ્રવાસીઓ હેરાન થયા હતા અને રિફંડને લઇને ચિંતામા હતા. સોશ્યલ મીડિયા પર પ્રવાસીઓએ ફ્લાઇટ ટિકિટનુ રિફંડ ના મળવાના કારણે ફરીયાદ પણ કરી હતી.

એક ટ્રાવેલ પોર્ટલના જણાવ્યા અનુસાર, એર લાઈન્સ કંપનીઓની આ પહેલથી ટ્રાવેલ એજન્ટને ઘણી રાહત મળી છે. હવે એ લોકો તેના ગ્રાહકોને રિફંડ આપી શકશે. આ બાબતમા ટ્રાવેલ પોર્ટલના સીઇઓએ જણાવ્યુ કે, બધા જ પ્રવાસીઓ પોતાના પૈસા ક્રેડિટમા નાખવાની જગ્યાએ સીધુ રિફંડ મળે તેવુ ઇચ્છે છે, તેને રિફંડ આપવામા આવશે. વર્તમાનમા જ એર એશિયાએ એક ટ્રાવેલ વેબસાઇટએ કહ્યુ કે, તેણે આવુ જ કર્યુ હતુ અને અમે આવા ગ્રાહકોના ખાતામા પૈસા પાછા આપી દઈએ છીએ. જોકે અમને આ પૈસા એર એશિયા પાસેથી આ ટિકટિંગ વોલેટમા આપ્યા હતા.

(1:02 pm IST)