મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

વર્ષોથી દુષ્કાળ પીડિત મહારાષ્ટ્ર્ના નાંદેડના હદગાંવમાં ખેડૂતો રાતોરાત બન્યા કરોડપતિ

નેશનલ હાઇવે માટે સંપાદન જમીંનમાં વળતર કરોડોમાં ચુકવાયું

 

મુંબઈ ;મહારાષ્ટ્રના દુષ્કાળ પીડિત ગામોના ખેડૂતો રાતોરાત કરોડપતિ બન્યા છે મહારાષ્ટ્રના નાંદેડના ખેડૂતો જમીનના વળતર પેટે કરોડો રૂપિયા મળ્યા છે અહીંના હદગાંવમાં 242 ખેડૂતો રાતોરાત કરોડપતિ બની ગયા છે.

   તુલજાપુરથી નાગપુર નેશનલ હાઈવે હદગાંવ જિલ્લાના 7 ગામોમાંથી પસાર થઈ રહ્યો છે. માર્ગ પર 5,44,517 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે, જેના બદલામાં ખેડૂતોને મળેલી રકમ કરોડોમાં છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, મરાઠાવાડામાં આવતો હદગાંવ એવો વિસ્તાર છે, જ્યાં પાણીની કટોકટી ઘણા વર્ષોથી ચાલી રહી છે. સાથે પાકની યોગ્ય કિંમતો મળવાથી ઘણા ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.

   હદગાંવ સબ ડિવિઝનલ ઓફિસર (SDO) મહેશ વડદકરે જણાવ્યું કે, ગોજેગાંવ, હદગાંવ, કવઠા, અંબાલા, પલસા, વરડશેવલા, બામણી, ચિંચગવહાણ, શિબદરા, મનાઠા, ચોરાંબા, વાકોડા, કરમોડીની 69,905 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.વળતરના રૂપમાં ખેડૂતોને કુલ 80 કરોડ 57 લાખ 590 રૂપિયા આપવામાં આવ્યા છે. કેટલાક ખેડૂતોના પરસ્પરના વિવાદને કારણે કેટલાક મામલા પડતર છે.

      અંગે નાંદેડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અરૂણ ડોંગરે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, ખેડૂતોને ત્રણ સ્લેબ્સ મુજબ સંપાદિત જમીન માટે રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જેમની ઓછી જમીન સંપાદિત થઈ છે, તેમને 100 ટકા સુધીની રકમ આપવામાં આવી છે. જેમની વધુ જમીન છે, તેમને 70 ટકાની ચૂકવણી કરવામાં આવી છે. બાકીના રૂપિયા ટૂંક સમયમાં આપી દેવામાં આવશે.

(10:50 pm IST)