મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

બ્રિટનમાં ત્રાટકેલા વાવાઝોડાથી 24 કલાકમાં 70,000 વખત વીજળીના કડાકા

બ્રિટનમાં ગત રવિવારથી ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે આજે સોમવારે પણ ફ્લડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. બ્રિટનમાં આજે 27 સેલ્શિયસ ડિગ્રી તાપમાન રહેશે, ગવર્મેન્ટે અહીં યલો એલર્ટ વોર્નિંગ જાહેર કરી છે.
   બ્રિટનમાં ગત રવિવારે વહેલી સવારથી અત્યાર સુધી 70,000 વખત વીજળીના કડાકા થયા છે. જેનો અર્થ એ થાય છે કે, છેલ્લાં 24 કલાકમાં દર 1.4 સેકન્ડે એક વીજળીનો કડાકો થયો છે

(8:04 pm IST)