મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

મંદસૌરમાં રાહુલના દાવને ફ્લોપ કરવા ચોહાણ તૈયાર

શિવરાજ સિંહ ૩૦મી મેના દિવસે સભા કરશે : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી છઠ્ઠી જુના દિવસે પ્રચાર કરશે મધ્યપ્રદેશમાં ભાજપ તેમજ કોંગ્રેસના સામ સામે આક્ષેપો

ભોપાલ,તા. ૨૮ : મધ્યપ્રદેશના મંદસૌરમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે સ્પર્ધા જોરદાર શરૂ થવાના સંકેત દેખાઇ રહ્યા છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ૩૦મી મેના દિવસે મંદસૌરમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના પહોંચવાથી પહેલાથી  જાહેર સભા કરનાર છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી છઠ્ઠી જુનના દિવસથી ચૂંટણી પ્રચાર કરનાર છે. મંદસૌરમાં ગયા વર્ષે છઠ્ઠી જુનના દિવસે પોલીસ ગોળીબારમાં છ ખેડુતોના મોત થઇ ગયા હતા. કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી પ્રચાર કરવા માટે આ જ દિવસની પસંદગી કરી લીધી છે. બંને પાર્ટીઓની રેલીમાં એક લાખ લોકો પહોંચે તેવી શક્યતા છે. આ વર્ષના અંત સુધીમાં પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. બંન્ને પાર્ટીઓ ખેડુતોને પ્રભાવિત કરવાના પ્રયાસ શરૂ કરનાર છે. મધ્યપ્રદેશ ભાજપના એક નેતાએ કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી ખેડુતોને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસ કરનાર છે. એક ડઝનથી વધારે ખેડુત સંગઠનો કહી ચુક્યા છે કે પહેલી જુનથી દસમી જુન વચ્ચે વિરોધ પ્રદર્શન કરનાર છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે પહેલા ખેડુતો સાથે શિવરાજ સિંહ વાતચીત કરવાના મુડમાં દેખાઇ રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ હવે મધ્યપ્રદેશ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરનાર છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે તમામની નજર મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર કેન્દ્રિત થઇ ગઇછે.  મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાએ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે પરંતુ સરકાર ગયા વર્ષની જેમ જ આ વર્ષે હિંસાને ટાળવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પોલીસ આ વખતે તમામ સાવધાની રાખી રહી છે. એક ડઝનથી વધુ ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે, તેઓ એકથી ૧૦મી જૂન વચ્ચે વિરોધ પ્રદર્શન કરશે. મુખ્યમંત્રી ખેડૂતો સાથે વાતચીત કરવાના મુડમાં દેખાઈ રહ્યા છે. શિવરાજસિંહ શનિવારે રતલામમાં અને રવિવારના દિવસે લીમચમાં પહોંચી ગયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અરાજકતા ફેલાવાનું કામ કરી રહી છે. પહેલાના વર્ષમાં થયેલી હત્યાઓની ન્યાયિક તપાસ કરવાની પણ વાત કરવી જોઇએ. બીજી બાજુ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પ્રકાશ રતાડિયાએ કહ્યું છે કે, પોલીસે મંદસૌરમાં ૧૧૦૦થી પણ વધુ લોકોને કલમ ૧૦૭ હેઠળ બોન્ડ ભરવા માટે કહી ચુકી છે. ખેડૂતોને ભયભીત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રેલીને કમજોર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસ એવા છ ખેડૂતોનો સંપર્ક કરી રહી છે જે ખેડૂતો રાહુલ ગાંધીની રેલીમાં ઉપસ્થિત રહીને નિવેદન કરી શકે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ રાહુલ ગાંધીની રેલીને લઇને તૈયારી કરી રહ્યા છે. રાહુલ ગાંધી છઠ્ઠી જૂનથી પાર્ટી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

(7:29 pm IST)