મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

કૈલાશ માનસરોવરના યાત્રિકોને ચીન સરકાર દ્વારા ઝીલમાં પવિત્ર સ્‍નાનની મંજૂરી ન અપાતા ભાવિકોમાં રોષ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા કેટલાક શ્રદ્ધાળુઓએ આરોપ લગાવ્યો છે કે ચીન તેમને માનસરોવર ઝીલમાં પવિત્ર સ્નાન કરવાની મનાઈ કરી રહ્યુ છે. ચીનના પ્રશાસને તેમને માનસરોવર ઝીલમાં પવિત્ર સ્નાનની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો છે. 8 મે ના રોજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એલાન કર્યુ કે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂ લા દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. આ એલાનના લગભગ 20 દિવસ બાદ હવે શ્રદ્ધાળુઓએ ચીની પ્રશાસન પર માનસરોવર ઝીલમાં પવિત્ર સ્નાન નહી કરવા દેવાનો આરોપ લગાવ્યો છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 8 મે ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે મે વિદેશ મંત્રી સાથે વાત કરતા કહ્યુ હતુ કે જ્યાં સુધી પીપલ-ટુ-પીપલ સંબંધ નહિ વધે ત્યાં સુધી બંને સરકારો વચ્ચે સંબંધો સમૃદ્ધ નહિ થઈ શકે. મને તે એલાન કરતા ખુશી થઈ રહી છે કે કૈલાશ માનસરોવર યાત્રા હવે શરૂ થઈ ચૂકી છે. યાત્રા માટે નાથૂલા દ્વાર ખોલી દેવામાં આવ્યો છે.

સુષ્મા સ્વરાજે તે સમયે કહ્યુ કે આ વર્ષે લગભગ 1580 તીર્થયાત્રીઓ કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકશે જેમાં 18 બેચમાં 60 શ્રદ્ધાળુઓ લિપુલેખ દ્વાર માર્ગથી અને 10 બેચમાં 50 યાત્રીઓને નાથૂ લા પાસ થઈને મોકલવામાં આવશે. સુષ્મા સ્વરાજ ગયા મહિને શંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) માં શામેલ થવા માટે બેઈજીંગ ગયા હતા જ્યાં તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ ઈ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રાને ફરીથી શરૂ કરવા પર સંમત્તિ દર્શાવી હતી. ગયા વર્ષે ડોકલામ ગતિરોધ બાદ ચીને કૈલાશ માનસરોવર યાત્રા પર રોક લગાવી દીધી હતી.

(6:38 pm IST)