મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં EVM મુદ્દે ધમાલ

મત મશીનો બગડયા : વિપક્ષે ભાજપ સામે ફરિયાદના મારા ચલાવ્‍યા : ૪ લોકસભા, ૧૦ ધારાસભા બેઠકો પર મતદાન

નવી દિલ્‍હી તા. ૨૮ : ત્રણ રાજયોની ચાર લોકસભા અને નવ રાજયોની ૧૦ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. લોકસભા સીટમાં ઉત્તરપ્રદેશની કૈરાના, મહારાષ્ટ્રની પાલઘર અને ભંડારા- ગોંદિયા અને નાગાલેન્‍ડ સામેલ છે. જોકે મતદાન દરમિયાન ઘણી બધી જગ્‍યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર આવી રહ્યા છે. તેના કારણે મતદાન પ્રભાવિત થઈ રહ્યું છે. ઘણી જગ્‍યાએ ઈવીએમમાં ખરાબી હોવાથી વિપક્ષે તેને બીજેપીનું કાવતરૂં ગણાવ્‍યું છે. કૈરાનાના આરએલડી ઉમેદવાર તબસ્‍સુમ હસને ઈલેક્‍શન કમિશનને આ વિશે પત્ર લખીને ફરિયાદ કરી છે. આ ચૂંટણીના પરિણામ ૩૧મીના રોજ આવશે.

(5:06 pm IST)