મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

કમાણીનો દશમો ભાગ સેવાકાર્યોમાં ઉપયોગમાં લેવો જોઇએઃ પૂ. મોરારીબાપુ

હરિયાણાના ફરીદાબાદમાં આયોજીત ''માનસ યુગધર્મ'' શ્રી રામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ તા.૨૮: ''કમાણીનો દશમો ભાગ દરેક વ્યકિતએ સેવા કાર્યમાં વાપરવો જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ હરિયાણાના ફરીદાબાદમાં આયોજિત ''માનસ યુગધર્મ'' શ્રી રામકથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહયું કે, ધાર્મિક કે સેવાકાર્ય માટે નાણાનો ઉપયોગ કરવાથી સંપતિમાં વધારો થાય છે. અને આ માટે સાહસ કરવાથી સંપતિમાં વધારો થાય છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે બીજા દિવસે શ્રી રામકથામાં કહયુ હતું કે, ગુરુ પાંચ પ્રકારના હોય ૧ વિવેકી, ર વ્યકિતરૃપે,૩ સદગ્રંથ, ૪ સૂત્ર-મંત્ર અને પ આપણું શરીર, શરીર પણ ગુરુ છે. અથવા આ પાંચેય વસ્તુઓ જેનામાં દ્ષ્ટિગોચર થાય તેવી કોઇ જીવંત ચેતનાને પણ ગુરુ માનજો. બાપુએ યુવાનોને હ્યદયપૂર્વક અપિલ કરતા કહયું હતુ કે મા, માતૃભાષા, માતૃસંસ્થા અને માતૃભુમિ - આ ચાર વસ્તુને કદી ન ભુલશો.

હિંસા મુકત સત્વગુણ જરૃરી છે. ભગવદગીતામાં 'અહિંસા' શબ્દ શ્રીકૃષ્ણ ચાર વખત બોલ્યા છે, એ પુનરુકિત નથી એ એક-એક પ્રવચન છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર વસ્તુની હિંસા ન કરે તો એ શુધ્ધ સત્વગુણી છે. આ ચારમાં હિંસા હોય ત્યારે ધર્મને હાની પહોંચે છે. આજે તો ધર્મમાં હિંસા, ધર્મના નામે હિંસા થાય છે એ શુધ્ધ નથી એજ રીતે અર્થ અર્થોપાર્જનમાં પણ આપણે કેટકેટલી હિંસા કરીએ છીએ. નેટવર્કો ગોઠવીએ છીએ. કોઇને છેતરીએ છીએ કહેવત છેકે,' એરણની ચીર, દાન સોયનું' એ અર્થની હિંસા છે. તમારી આવકનો દસમો ભાગ જરૃરિયાતમંદને આપો એ અર્થશુધ્ધિ છે. એજ રીતે આજે કામક્ષેત્રમાં પણ હિંસા છે. બળાત્કાર વ્યાભિચાર હિંસા છે. શરીરવાદી કામ એ ભોગ છે, મનવાદી કામ એ સંભોગછે, જયારે આત્મવાદી કામ એ અમાધિ છે. આપણ અત્યંત અસિમીત કામનાઓ, તૃષ્ણાઓ, આશાઓ એ પણ કામતત્વની હિંસા છે. તો એજ રીતે મોક્ષ પણ હિંસ મુકત હોય, કોઇ તમને ભયભીત કરે, મોક્ષ, ભજન વગેરેની આલોચના કરે તે મોક્ષત્વની હિંસા છે. રાગ, દ્રેષદર્શી, નીંંદા એ હિંસા છે. કોઇપણ ક્ષેત્રમાં દૂર્ભાવ એ દુષિત હિંસા છે. તેમ પૂ. મોરારી બાપુએ જણાવ્યું હતું.

(4:07 pm IST)