મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

મોદી સરકારની હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ ૧૫ ઓગસ્ટે લોન્ચ થશે? : રૂ. ૧૦૮૨ પ્રિમીયમ

નવી દિલ્હી તા. ૨૮ : મોદી સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વિમા યોજનાને આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલે નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ માટે પ્રતિ પરિવાર વધારેમાં વધારે ૧,૦૮૨ રૂપિયાના પ્રીમિયમનો સંકેત આપ્યો છે. નીતિ આયોગ એક વર્ષ અથવા ત્રણ વર્ષ માટે પ્રીમિયમ નક્કી કરવા બાબતે વિચાર કરી રહ્યું છે.

નીતિ આયોગે પ્રતિ પરિવાર ૧,૦૮૨ રૂપિયાના જેટલા પ્રીમિયમનો સંકેત આપ્યો છે. ઈન્શ્યોરન્સ કંપની પસંદ કરવા માટે રાજય સરકાર અલગ-અલગ ટેન્ડર જાહેર કરશે. વીમા કંપનીઓનું માનીએ તો પ્રીમિયમની રકમ અલગ અલગ રાજયોમાં અલગ-અલગ હોઈ શકે છે. ટેન્ડર દ્વારા પ્રીમિયમ નક્કિ કરવા પર આ તેવા રાજયોમાં માટે વધારે શકે છે કે જયાં વધારે કલેમ થતા આવ્યા છે.

આરએસબીવાય સ્કીમમાં કંપનીઓનો અલગ અલગ રાજયોમાં અલગઅલગ એકસપીરિયન્સ રહ્યો હતો. આ અંતર્ગત કેરળમાં વીમાં કંપનીઓ ૭૩૮ રૂપિયાનું વધારે પ્રીમિયમ ચાર્જ કરતી હતી. આરએસબીવાયમાં પ્રીમિયમની સીમા ૭૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી જયારે તેમાં એવરેજ પ્રીમિયમ ૩૪૫ હતું.

(3:49 pm IST)