મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

હોય નહિ !! ધર્મને નહિ માનતું ચીન બંગાળમાં દુર્ગા પૂજા સ્પોન્સર કરશે

નવી દિલ્હી તા. ૨૮ : પશ્ચિમ બંગાળના પ્રસિદ્ઘ દુર્ગા પૂજામાં આ વખતે સામ્યવાદી દેશ ચીન પણ ઝપલાવવા જઇ રહ્યો છે. રાજય સાથે પોતાના સાંસ્કૃતિક અને વેપારી સંબંધોને મજબૂત કરવાના પ્રયાસમાં કોમ્યુનિસ્ટ ચીને સ્પોન્સરશિપ કરવાની તૈયારી દર્શાવી છે..

પશ્ચિમ બંગાળમાં દર વર્ષે દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન થાય છે, જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. ત્યારે દુર્ગા પૂજા માટે ચીન પોતાના વાણિજય દૂતાવાસ તરફથી ફંડિંગ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ચીની દૂતાવાસ કોલકાતાના કલ્ચરમાં હળવા-મળવાના પ્રયાસ કરી રહ્યું છે. અનેક વર્ષોથી તે કોલકાતા પોલીસ સાથે મળીને પૂજામાં ઇનામની જાહેરાત કરતું રહે છે. પરંતુ આ વખતે તેણે એક ડગલું આગળ વધાર્યું છે.

આ વર્ષે બીજે બ્લોકની પૂજા માટે ફંડિંગની સાથે-સાથે ચીનનું દૂતાવાસ અહીંથી થોડાં કલાકારોને ચીની આર્કિટેકચરની ડિઝાઇન શીખવવા માટે ચીન પણ મોકલશે. આ વખતના પંડાલ અને પૂજામાં ચાઇનીઝ કળાનો પણ સમાવેશ થાય અને આ પંડાલ પગોડાની જેમ દેખાય તેવો પણ તેનો આ વખતે પ્રયાસ છે.

(3:48 pm IST)