મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપી ઘટાડો :ખુલતા બજારે 3 ટકાનું ગાબડું

બ્રેટ ક્રૂડ 75 ડોલર અને નાયમેક્સ ક્રૂડ ઘટીને 66 ડોલરે ગગડ્યું :ઊંચી સપાટીએથી સરેરાશ આઠ ટકાનો કડાકો

રાજકોટ ;છેલ્લા કેટલાય દિવસોથી સતત વધતા ક્રૂડના ભાવમાં સપ્તાહની શરૂઆતમાં ગાબડું પડ્યું છે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે અમેરિકાનાં પ્રેશરના કારણે રશિયા અને ક્રૂડનું ઉત્પાદન કરતાં અન્ય દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવાના સંકેતો અપાતાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઘટાડો થતો જોવા મળ્યો છે.સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧.૮૮ ટકાનો ઘટાડો નોંધાઇ ૭૫.૦૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ પહોંચી ગયા છે, જ્યારે નાયમેક્સ ક્રૂડના ૨.૪૩ ટકાના ઘટાડે ૬૬.૨૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ક્રૂડ થોડા દિવસ અગાઉ ૮૦ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું હતું, જે સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું, જોકે ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવાના સંકેતોના પગલે ક્રૂડના ભાવમાં 'ડાઉન ટ્રેન્ડ' જોવા મળ્યો છે.
    જાણકારોના માનવા મુજબ ક્રૂડના ભાવમાં તાજેતરમાં જોવા મળેલી ઊંચી સપાટીથી આઠ ટકાથી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. આ સંજોગોમાં ઓઇલ કંપનીઓને ક્રૂડની ખરીદ પડતર નીચી આવી શકે છે, જેના પગલે સરકારી ઓઇલ કંપનીઓ જે બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે તે ભાવ વધારો અટકી શકે છે.

(12:13 pm IST)