મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

સોનિયા ગાંધીના મેડિકલ ચેકઅપ માટે રાહુલ ગાંધી વિદેશ રવાના : ટ્વીટ કરીને ભાજપને પડકારી

બીજેપીની સોશિયલ મીડિયા ટ્રોલ આર્મી બહુ પરેશાન ના થશો, હું બહુ ઝડપથી પાછો આવીશ ! રાહુલએ માર્યો ટોણો

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે રાત્રે સોનિયા ગાંધીના મેડિકલ ચેકઅપ માટે વિદેશ જવા રવાના થયા છે રાહુલે ખુદ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.જોકે,રાહુલ ગાંધી બીજેપીને ટોળો મારવાનું ચુક્યા ન હતા.રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વિદેશ પ્રવાસની માહિતી આપતા લખ્યું હતું કે, "સોનિયાજીના વાર્ષિક મેડિકલ ચેકઅપ માટે થોડા દિવસ ભારત બહાર જઈ રહ્યો છું. બીજેપી સોશિયલ મીડિયા ટ્રોલ આર્મીને કહેવા માંગુ છું કે બહુ પરેશાન ન થશો...હું બહુ ઝડપથી પાછો આવીશ! સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી રાહુલ ગાંધી અઠવાડિયામાં સ્વદેશ પરત ફરી જશે, જ્યારે સોનિયા ગાંધી લાંબા સમય સુધી વિદેશમાં રહેશે." 

અત્રે ઉલેલ્ખનીય છે કે પુત્ર રાહુલને ડિસેમ્બરમાં પાર્ટીની કમાન સોંપ્યા બાદ કોંગ્રેસના ચેરપર્સન રહેલા સોનિયા ગાંધીએ 2011ના વર્ષમાં અમેરિકામાં સર્જરી કરાવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલના વિદેશ પ્રવાસને કારણે અગત્યના મુદ્દાઓ પર નિર્ણય મુલતવી રાખવામાં આવ્યા છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસ-જનતાદળની ગઠબંધન સાથેની સરકાર માટે ખાતાની ફાળવણી અંગેના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. 

"રાહુલ ગાંધીના ટ્વિટ બાદ ભાજપે વળતું ટ્વિટ કરીને લખ્યું હતું કે, સોનિયાજીના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા. કર્ણાટકની મહિલાઓ તેમને વિવિધ લાભો મળે તે માટે કેબિનેટની રચના થાય તેની રાહ જોઈ રહી છે. શું તમે ખાતરી આપી શકો છો કો તમે વિદેશ જતા પહેલા કર્ણાટકની સરકાર કાર્યરત બની જાય? સોશિયલ મીડિયા પર તમામ લોકો એવી આશા રાખી રહ્યા છે કે વિદેશમાંથી પણ તમે તેમને મનોરંજન પૂરું પાડશો!"

 

 

(12:20 pm IST)