મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો :પેટ્રોલમાં 15 પૈસા અને ડીઝલમાં 11 પૈસા વધ્યા

રોજેરોજે ભાવ વધારાથી પેટ્રોલ લીટર 3,50 રૂપિયા અને ડીઝલ 2,96 રૂપિયા મોંઘુ

નવી દિલ્હી :પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થાય છે તેની સીધી અસર સામાન્ય જનતાના પર પડી રહી છે 14 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં 3.50 અને ડીઝલમાં 2.96 મોંઘુ થયું છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ પર 15 પૈસા અને ડીઝલ પર 11 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રેકોર્ડ સ્તર 78.27 પ્રતિ લિટર પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલમાં રેકોર્ડ સ્તર  69.17 પ્રતિ લિટરના સ્તર પર પહોંચ્યો છે.

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સૌથી ઊંચો છે. સોમવારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.86.06 પ્રતિ લિટર પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 73.64 પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. સમગ્ર દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલે 80નો આંકડો પાર કર્યો છે. જેના કારણે મોંઘવારી પર તેની અસર જોવા મળી શકે છે

(11:39 am IST)