News of Monday, 28th May 2018
ઉત્તર દિલ્હીની હોસ્પિટલમાંથી નવજાત શિશુની ઉઠાંતરી બદલ મહિલાની ધરપકડ
આરોપી ફિરદૌસને પોતાને દીકરો છે પણ દીકરીની ઈચ્છા હોવાથી બાળકીની ઉઠાંતરી કરી
દિલ્હી પોલીસે ઉત્તર દિલ્હીમાં આવેલી બડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી 5 દિવસના નવજાત શિશુની ઉઠાંતરી કરવા બદલ ફિરદૌસ નામની મહિલાની ધરપકડ કરી છે. તેણે 26 મેના રોજ નવજાતની ઉઠાંતરી કરતા પોલીસે તેને ઝડપી હતી
તેણે પૂછપરછમાં જણાવ્યું કે તેને એક દીકરો છે. પણ તેને દીકરીની ઇચ્છા હોવાથી તેણે આ બાળકીને ઉઠાવી હતી.
(11:09 am IST)