મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

કોંગ્રેસના રાષ્‍ટ્રિય સંગઠન સ્‍તરે થોડા ફેરકારો કરાયા

૨૦૧૯ની ચૂંટણી પૂર્વે પૂર્વમુખ્‍યમંત્રી ઓમાન ચાંડીને આંધ્રની મોટી જવાબદારી સોપી

નવીદિલ્‍હી, તા.૨૮: કોંગ્રેસ પાર્ટીનાં સંગઠનમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્‍યો હતો જેમાં કેરળના પૂર્વ મુખ્‍ય પ્રધાન ઓમેન ચાન્‍ડીને આંધ્ર પ્રદેશ કોંગ્રેસનાં ઇનચાર્જ બનાવવામાં આવ્‍યા હતા. કોંગ્રેસનાં લોકસભાનાં સાંસદ અને કોંગ્રેસનાં પ્રવકતા  ગૌરવ ગોગોઇને પશ્વિમ બંગાળ તેમજ આંદામાન નિકોબારનો ચાર્જ સોંપવામાં આવ્‍યો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રવિવારે તેમની સતાવાર નિયુકિત કરી હતી.

ચાન્‍ડીની નિયુકિત દિગ્‍વિજય સિંહના સ્‍થાને કરાઇ હતી અને દિગ્‍વિજય સિંહને  મધ્‍ય પ્રદેશ કોંગ્રેસ પ્રચાર સમિતિનાં ચેરમેન બનાવ્‍યા હતા.

પશ્વિમ બંગાળમાં ડો.સીપી જોશીને ખસેડીને ગોગોઇને ઇનચાર્જ બનાવાયા હતા. ગૌરવ ગોગોઇએ આસામનાં પૂર્વ મુખ્‍ય પ્રધાન તરુણ ગોગોઇનાં પુત્ર છે.

જોશીને અગાઇ એપ્રિલમાં બિહારનાં ઇનચાર્જ બનાવાયા હતા. તે પછી તેમને પશ્વિમ બંગાળનો હવાલો સોંપવામાં આવ્‍યો હતો. તેઓ આજેપણ સમગ્ર ભારતનો હવાલો સંભાળી રહ્યા છે.

આંધ્રમાં ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલાં ચાન્‍ડીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

(3:58 pm IST)