મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

સૂકી ડુંગળીના નિકાસકારોને પ્રોત્સાહન જાહેર થયું :હવે પાંચ ટકા ટેક્સ ક્રેડિટનો લાભ મળશે

નવી દિલ્હી :સરકારે સૂકી ડુંગળીની નિકાસમાં વધારો કરવા માટે નિકાસકારોને પ્રોત્સાહન જાહેર કર્યું છે જે મુજબ હવે નિકાસકારોને નિકાસ માલની કિંમત પર ૩ ટકાની જગ્યાએ ૫ ટકા ટેક્સ ક્રેડિટનો લાભ મળશે.

   ફોરેન ટ્રેડના ડિરેકટર જનરલએ જણાવ્યું હતું કે  ભારતમાંથી વસ્તુ નિકાસની યોજના (એમઈઆઈએસ) હેઠળ સૂકી ડુંગળી પર પ્રોત્સાહન ૩ ટકાથી વધારીને ૫ ટકા કરવામાં આવ્યું છે. સરકાર આ યોજના હેઠળ ઉત્પાદન તથા દેશના આધારે ફાળવણીમાં લાભ આપે છે. આ લાભ જહાજ પર માલનું નૂર શિપિંગ કરતા સમયે ( ફ્રી-ઓન-બોર્ડ-વેલ્યુ) ની ટકાવારીના સ્વરૂપમાં આપવામાં આવે.

(12:00 am IST)