મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

ભારતની વીજ ઉત્પાદન ક્ષમતામાં ઝડપી વૃદ્ધિ : ત્રણ વર્ષમાં જાપાનને પાછળ ધકેલશે

અમેરિકા બાદ વિશ્વમાં વીજ ઉત્પાદક તરીકે બીજું સ્થાન હાસંલ કરશે

નવી દિલ્હીઃ ભારતમાં કોલસા આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા ઝડપથી વૃદ્ધિ પામતી હોવાથી ભારત હવે ટૂંક સમયમાં જાપાનને હટાવીને એશિયાના બીજા નંબરના વીજ ઉત્પાદકનું સ્થાન હાંસલ કરી લેવાની તૈયારીમાં છે. 2018ના અંતે ભારતની વીજ ઉત્પાદન ક્ષમતા 363.32 મેગાવોટ હશે.

ભારતની વીજ ઉત્પાદન ક્ષમતામાં 2027 સુધીમાં 69 ટકાના દરે વધારો થવાનો છે. તેમા કોલસો મુખ્ય આધાર હશે. કુલ ઉત્પાદન મિશ્રણમાં તેનો હિસ્સો 75 ટકા હશે. 2020 સુધીમાં ભારત અમેરિકાને છોડીને વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું વીજ ઉત્પાદક બની જશે તેમ માનવામાં આવે છે.

ભારતે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના સૌભાગ્ય હેઠળ 100 ટકા વિદ્યુતીકરણનો લક્ષ્‍યાંક હાંસલ કર્યો છે. સરકારનું ધ્યેય બધા મકાનોને વીજળી પૂરી પાડવાનું છે. આનો અર્થ એમ થાય કે આગામી વર્ષોમાં વીજ માંગ ઉત્તરોતર વધતી જતી રહેશે.

વીજ ક્ષેત્રની મોટી માંગને મોટાપાયા પર કોલસા આધારિત માંગ દ્વારા પૂરી કરવામાં આવશે અને બાકીની અક્ષય ઊર્જાના સ્ત્રોતો દ્વારા પૂરી કરવામાં આવશે. આમ ભારતમાં 2026 સુધી કોલસા આધારિત વીજળીનું પ્રભુત્વ રહેશે.

દેશના અક્ષય ઊર્જાના મોરચે નોંધપાત્ર કામ થયું હોવા છતાં પણ કોલસાનું પ્રભુત્વ જારી રહેશે. 2026માં પણ વીજ ક્ષેત્રમાં કોલસા આધારિત વીજળીનો હિસ્સો 70 ટકાથી થોડો ઓછો હતો. જો કે આગામી દસ વર્ષમાં અક્ષય ઊર્જામાં નોંધપાત્ર વધારો થાય તેવી હિસ્સા છે.

(12:00 am IST)