મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

શેન વોટસનની શાનદાર સદીથી ચેન્નાઇએ ત્રીજીવાર આઇપીએલનું ટાઇટલ જીતી ચેમ્પિયન બની : હૈદરાબાદે આપેલ 179 રનનો ટાર્ગેટ ચેન્નાઈએ બે વિકેટ ગુમાવી આસાનીથી હાસંલ કર્યો

આઇપીએલ -2018ની ફાઇનલ મેચમાં શેન વોટસનની શાનદાર સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલ-2018નું ટાઇટલ જીતી લીધું છે.

   ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 બાદ ત્રીજીવાર આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. હૈદરાબાદે ચેન્નઈને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચેન્નઈએ 2 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. વોટસને 50 બોલમાં પોતાની સદી પુરી કરી હતી.

આઈપીએલની એક સીઝનમાં બે સદી ફટકારનાર વોટસન ચોથો બેટ્સમેન બની ગયો છે. આ સાથે આઈપીએલના ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વોટસન 57 બોલમાં 11 ફોર અને 8 સિક્સની મદદથી 117 રન બનાવી અણનમ રહ્યો હતો. 

  આ પહેલા હૈદરાબાદે શરૂઆત 4 ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી અને માત્ર 16 રન આપીને ચેન્નઈની એક વિકેટ ઝડપી હતી. ભુવીએ પોતાની બે ઓવરમાં પ્રથમ 10 બોલ ખાલી કાઢ્યા હતા. શેન વોટસને 11માં બોલમાં પોતાનું ખાતુ ખોલ્યું હતું. આ વચ્ચે ચેન્નઈ માટે ગત મેચનો હિરો ફાફ ડુ પ્લેસિસ (10) આઉટ થયો હતો. સંદીપ શર્માને આ સફળતા મળી હતી. 

(10:30 am IST)