34 વર્ષીય લેડી ટીચરે ટ્યુશનના બહાને 14 વર્ષના વિદ્યાર્થી સાથે ત્રણ મહિના રંગરેલિયા મનાવ્યા : માર્ક ઓછા આવતા ભાંડો ફૂટ્યો
ચંદીગઢનો ચકચાર જગાવતો કિસ્સો ;વિદ્યાર્થીના પેરેન્ટ્સે પોસ્કો એક્ટમાં નોંધાવી ફરિયાદ
ચંડીગઢમાં ટ્યૂશનના બહાને એક લેડી ટીચરે પોતાના વિદ્યાર્થી સાથે ત્રણ મહિના સુધી શારીરિક સબંધો બનાવ્યા હતા જોકે માર્ક ઓછા આવતા વિદ્યાર્થીના વાલીઓએ ટ્યુશનમાં મોકલવાનું બંધ કરતા ટીચરે ઘરે આવતા અને પુત્રનો ફોન ચેક કરતા સમગ્ર વિગતોનો ભાંડો ફૂટ્યો હતો.
ચંદીગઢના ટ્યુશનમાં જતા એક 14 વર્ષીય વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો કે, તેની 34 વર્ષીય મહિલા ટીચર તેની સાથે શારીરિક સંબંધ બનાવતી હતી. આવું લગભગ ત્રણ મહિના સુધી ચાલ્યું. વિદ્યાર્થીએ આ બાબતનો ખુલાસો ત્યારે કર્યો જ્યારે એક્ઝામમાં તેના ઓછા માર્ક્સ આવ્યા. આરોપી મહિલા ગવર્મેન્ટ સ્કૂલમાં સાયન્સની રેગ્યુલર ટીચર છે અને પરિવાર સાથે રહે છે. તેના પતિ લેક્ચરર છે અને તે બે બાળકોની માતા છે.
બાળકના માતા-પિતાએ પૉક્સો એક્ટમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ટીચરને ચંડીગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાજર કરાઈ જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવી.
ચાઈલ્ડ હેલ્પલાઈનની પ્રોડક્ટ મેનેજર સંગીતા જૂંદે જણાવ્યું કે, પીડિત વિદ્યાર્થી 10મા ધોરણમાં ભણે છે. તે અને આરોપી ટીચર એક જ મોહલ્લામાં રહે છે. તે વિદ્યાર્થીને પોતાના ઘરે બોલાવી ટ્યૂશન ભણાવતી હતી. વિદ્યાર્થી એક્ઝામમાં ફેલ થતા તેના માતા-પિતા ટીચરના ઘરે પહોંચ્યા અને કહ્યું કે, હવેથી તેઓ પોતાના બાળકને ત્યાં નહીં ભણાવે.
વિદ્યાર્થીના પેરેન્ટ્સે જણાવ્યું કે, જે દિવસે તેમના દીકરો ટ્યૂશનમાં ન જતો તે દિવસે ટીચર ઘરે આવી જતી. બાળકના કરિયરને આગળ ધરી તેને ભણવા પોતાના ઘરે મોકલવાની જિદ કરતી. વાલીઓએ જણાવ્યું કે, તેમના પુત્રની તબિયત પણ ઢીલી થવા લાગી હતી અને માર્ચમાં આવેલા રિઝલ્ટમાં માર્ક્સ પણ ઓછા આવ્યા. ત્યારબાદ પુત્રને ટ્યૂશનમાં ન મોકલતા ટીચર ફરીવાર ઘરે આવતા વાલીઓને શંકા થઈ અને પુત્રનો ફોન ચેક કરતા ખુલાસો થયો.