મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

કોરોના અને અન્ય બીમારીઓને લીધે ઉજ્જૈનના સ્મશાનોમાં રોજના ૬૦ મૃતદેહોના અંતિમ સંસ્કાર થાય છે: લાકડા ખૂટી પડ્યા

ઉજ્જૈન: લાંબા સમયથી શહેરમાં કોરોના અને અન્ય રોગોને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં મોટો વધારો થયો છે.  જેના કારણે શહેરના ચક્રતીર્થ, ત્રિવેણી અને ઓખલેશ્વર જેવા ત્રણ સ્મશાનગૃહો પર રોજ ઓછામાં ઓછા ૬૦ મૃતદેહોને  અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે.  આને કારણે અહીં લાકડાનો પરંપરાગત સ્ટોક ખતમ થયો છે, ભારે અછત સર્જાઈ છે.  હવે ગામડામાંથી લાકડા અને કોલસા મંગાવવામાં આવી રહ્યા છે.  જે પરિવહન ખર્ચ સહિત ખૂબ મોંઘુ પડી રહ્યું છે.  તેથી, અગ્નિસંસ્કાર કરવા આવનારાઓએ હવે તેના માટે વધુ ચુકવણી કરવાની રહેશે.  
આ સમયે ચક્રતીર્થ સ્મશાન ઉપર ૬૦૦ રૂપિયા  પ્રતિ ક્વિન્ટલ લાકડાનો ભાવ છે.  તેવી જ રીતે, ત્રિવેણી પર લાકડાનો ભાવ ૭૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

(10:53 pm IST)