મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

ભારતની સ્વદેશી રસી “કોવેક્સીન” કોરોના વાઈરસના 617 વેરિએન્ટ સામે અસરકારક : અમેરિકન એક્સપર્ટ

કોવેક્સીન રસી ઈમ્યૂન સિસ્ટમને Sars-CoV-2 કોરોના વાઈરસ વિરુદ્ધ એન્ટીબોડી બનાવતા શીખવે છે

નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોરોના વિરોધી રસી “કોવેક્સીન” કોરોના વાઈરસના 617 વેરિએન્ટને નિષ્ક્રિય કરવામાં સફળ રહી છે. આ જાણકારી વ્હાઈટ હાઉસના ચીફ મેડિકલ એડવાઈઝર અને અમેરિકાના જાણીતા પેન્ડામિક એક્સપર્ટ એન્થની ફાઉચીએ આપી છે.ડૉ એન્થની ફાઈચીએ જણાવ્યું કે, આ એક એવી બાબત છે, જેના રોજેરોજ આવી રહેલા ડેટાને અમે સ્ટડી કરી રહ્યાં છીએ. જો કે હાલના ડેટા સાબિત કરે છે કે, કોવેક્સીન વાઈરસના 617 વેરિએન્ટને નિષ્ક્રિય કરવામાં સફળ રહી છે. ભારતમાં જે મુશ્કેલી હાલ જણાઈ રહી છે, તેના માટે વૅક્સિનેશન ખૂબ જ અગત્યની સાબિત થઈ શકે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે મંગળવારે કહ્યું કે, કોવેક્સીન રસી ઈમ્યૂન સિસ્ટમને Sars-CoV-2 કોરોના વાઈરસ વિરુદ્ધ એન્ટીબોડી બનાવતા શીખવે છે અને કંઈક આ રીતે જ કામ કરે છે.

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરૉલોજી અને ICMRની સાથે ભારત બાયોટેકના સહયોગથી કોવેક્સીન બનાવવામાં આવી છે. આ વૅક્સિનને 3 જાન્યુઆરીએ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ હતી. જે બાદ ટ્રાયલના પરિણામોમાં તે 78 ટકા અસરકારક નીવડી હતી.

 

એક પ્રશ્નના જવાબમાં વ્હાઈટ હાઉસના કોવિડ-19 રિસ્પોન્સ ટીના સીનિયર એડવાઈઝર ડો એન્ડી સ્લાવિટે જણાવ્યું કે, સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રેવેન્શનની સ્ટ્રાઈક ટીમ ભારતમાં મદદ માટે જઈ રહી છે. અમે ભારતમાં વધુ વૅક્સિન ડેવલોપ કરવા માટે જરૂરી રો મટીરિયલ લોકેટ કરી શકીએ. મને લાગે છે કે, તે ઘણું જ મદદગાર સાબિત થશે.

 

તાજેતરમાં જ એક નિવેદન મુજબ, અમેરિકાએ એસ્ટ્રેઝેનેકા વૅક્સિનના ઉત્પાદન માટે જરૂરી રો મટીરિયલ સપ્લાય કરશે. અત્યાર સુધી અમેરિકાએ કાચા માલની નિકાસ પર રોક લગાવી હતી.

જ્યારે સ્ટ્રાઈક ટીમ લેબ સર્વિસ, સર્વેલન્સ અને એપિડિમિયોલૉજી, બીમારીની સિક્વન્સિંગ અને મોડલિંગ માટે બાયોઈન્ફોર્મેટિવ, સંક્રમણથી બચાવ અને નિયંત્રણ જેવા મુદ્દાઓ પર ભારતીય એક્સપર્ટો સાથે કામ કરશે. Indian Covid Vaccine

સ્ટ્રાઈક ટીમમાં CDS એપેડેમિક ઈન્ટેલિજન્સ સર્વિસ ઑફિસર અને લેબ લીડ અને સર્વિસ ઑફિસર હશે. જે સીધા અમેરિકન અધિકારીઓ સાથે કામ કરશે. આ સાથે જ ભારતે પ્રાથમિક્તાના આધારે 7 જરૂરી સામાનોનું એક લિસ્ટ અમેરિકાને સોંપ્યું છે. જેમાં ઑક્સિજન કૉન્સેટ્રેટર, 10 અને 45 લીટરની ક્ષમતા વાળા ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન જનરેટર, ઑક્સિજન જનરેશન પ્લાન્ટ, રેમડેસિવિર, ફાવીપિરાવીર અને ટોસિલીઝુમેબ સામેલ છે.

(8:42 pm IST)