મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

કફર્યૂમાં થઇ રહ્યા હતા લગ્નઃ પોલીસ ત્રાટકીઃ વરરાજા થયો જેલ ભેગો

નવી દિલ્હી, તા.૨૮: કોરોના કાળમાં જેમણે લગ્ન માટે ચુસ્ત ગાઇડલાઇનનું પાલન કરવા છતા લગ્નને અટકાવી દેતા હાલ સોશિયલ મીડિયા પર આ ઘટનાએ જોર પકડ્યુ છે. લોકો સતત ચર્ચા કરી રહ્યા છે કે કોરોના કાળમાં નિયમોનુ પાલન કરવુ જ જોઇએ. તો બીજી બાજુ પ્રશાસન જે રીતે વર્તી રહ્યુ હતુ તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે.

અરમાન સાથે કરવામાં આવતા લગ્નમાં આ રીતે અધુરા લગ્ન સમારોહને અટકાવી દેવો તેમજ ખરાબ રીતે વર્તન કરવાનો વીડિયો વાયરલ થયો છે.અગરતલાના મેરેજ હોલમાં મેરેજ પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન ડીએમ શૈલેષ યાદવ સિંદ્યમની જેમ પહોંચ્યા.

લગ્ન સમારોહમાં નિર્ધારિત કાર્યક્રમો કરતા વધુ ભીડ હતી. રાત્રિનો કર્ફ્યુ હતો, છતાં પાર્ટી મોડી રાત સુધી ચાલુ રહી.

લગ્નમાં ઉપસ્થિત જાનૈયાઓ સાથે પોલીસ જવાનોને જોઇને ડીએમ ઉશ્કેરાયા હતા. આવતા વેત તેમણે બેન્ડવાજાવાળાને ત્યાંથી દૂર લઈ ગયા.

આ પછી, પોલીસના લોકો હાજર રહેલા લોકો પર તુટી પડી. સ્થળ પર હાજર અધિકારીનો ફોટો પાડ્યો અને તમામનો કલાસ લીધો. અધિકારીનું કહેવુ હતુ કે જો પોલીસ આ રીતે વર્તન કરશે તો નિયમોનું પાલન કેવી રીતે શકય થશે.ડી.એમ. શૈલેષ યાદવ એટલા ગુસ્સે થયા કે તેમણે ભાષાની ગૌરવની મર્યાદા ઓળંગવાનું શરૂ કરી દીધું.

ડીએમ સાહેબના આ બેશરમ સ્વરૂપથી પોલીસકર્મીઓ હક્કા બક્કા રહી ગયા. ડી.એમ.એ સ્થળ ઉપરથી ફોન પર ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને આ કાર્યક્રમમાં મદદ કરનારા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

વરરાજા દુલ્હન સાથે સાત ફેરાનું સપનું જોતો હતો, પરંતુ તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ડી.એમ. શૈલેષ યાદવ પંડિત પર પણ ભડકયા તેમણે ફટાક કરીને એક લાફો ફટકારી દીધો. આ તમામ ધમાલ વચ્ચે પરિવારજનોએ ઇજ્જત બચાવવા માટે પરમીશનનો કાગળ રજૂ કર્યો ત્યારે આ તુમાખી ઓફીસર વધુ બગડ્યો તેણે કાગળને ફાડીને ફેંકી દીધો.

ડીએમ શૈલેષ યાદવે પૂર્વ અગરતલાના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા રાજય સરકારની માંગ કરી છે. આટલું જ નહીં આ લગ્ન મંડપ સહિત બે મંડપ પણ એક વર્ષ માટે સીલ કરી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાછળથી ડીએમે આ માટે માફી માંગી.

(4:17 pm IST)