મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

રેમડેસીવીરનું ઇન્જેકશન અસલી છે નકલી, તમારી જાતે કરો ચકાસણી

અસલી - નકલી રેમડેસીવીર ઈન્જેકશનની માહિતી જાણો

રાજકોટ : અસલી રેમડેસીવીર ઈન્જેકશન કયું અને નકલી ઈન્જેકશન કયું. ઓરીજનલ અને ફેક રેમડેસીવીર ઈન્જેકશન અંગેની જાણકારી વિખ્યાત ડો.રાજેન્દ્ર લાલાણી (મો.૯૮૨૫૧ ૯૫૬૦૨)એ પણ સોશ્યલ મીડિયામાં શેર કરી છે.

નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે વધતા સંક્રમણ વચ્ચે રેમડેસીવીર ઇન્જેકશન ની માંગ વધી રહી છે, દીલ્લ્હી સહીત દેશભરમાં કાળાબજારી ના સમાચારો આવી રહ્યા છે, નકલી ઇન્જેકશનવેંચતા લોકોને પકડી પાડવામાં આવી રહ્યા છે, એવામાં અસલી છે કે નકલી એ જાણકારી હોવી ખુબ જરૂરી છે, નકલી ઇન્જેકશન પર રોક અને કાળાબજારીને રોકવા માટે રાજ્ય સરકારે પણ એમના તરફથી પહેલ કરી છે, ઉતરપ્રદેશ અને બિહારમાં રેમડેસીવીર ની સપ્લાય મેડીકલ કોલેજ તેમજ જીલ્લા ના હોસ્પિટલો મારફત કરવામાં આવી રહી છે, ચંડીગઢમાં રેમડેસીવીર ઇન્જેકશન ખરીદવા માટે સરકારી ડોકટર તેંમજ હોસ્પીટલની લખેલી ચીઠી હોવી જરૂરી છે, રાજસ્થાનમાં સપ્લાઈની જવાબદારી પ્રશાસન ને સોંપવામાં આવ્યું છે.

અસલી ઉપર લખ્યું હશે 'Rx'

નકલી રેમડેસીવીર ના પેકિંગની ઉપર ની બાજુએ 'Rx' નહિ લખ્યું હોય, જયારે અસલી પેકિંગ ઉપર તમને ઇન્જેકશન ના નામ ની આગળ આ લખેલું જોવા મળશે.

'કોવીફોર' નું અલાઈનમેંટ

જ્યાં કોવીફોર લખેલું હોય ત્યાં અલાઈનમેંટમાં ગડબડી જોવા મળશે, ઓરીજનલ પેકિંગ ઉપર લખેલ ટેકસની વચ્ચે થોડી જગ્યા છોડેલી જોવા મળશે.

સ્મોલ-કેપિટલ લેટર્સ

અસલી રેમડેસીવીર ઇન્જેકશનના પેકિંગ ઉપર સૌથી નીચે 'For use in' કેપિટલ લેટરમાં લખેલું હોય છે, જયારે નકલી પેકિંગ ઉપર તેને સ્મોલ લેટરમાં લખેલું જોવા મળશે, જેથી આ નકલી છે તેમ આસાનીથી ખબર પડી જાય છે.

આવી રીતે ઓળખી શકાય નામમાં અંતર દેખાશે

નકલી રેમડેસીવીર ના પેકીગ ઉપર દવાના નામમાં ફોન્ટ કઈક અલગ જોવા મળશે, નકલી પેકિંગની ત્રીજી લયનમાં '100 mg/Vial' લખેલું હશે, તેમાં તમને કેપિટલ અને સ્મોલ લેટરનો તફાવત સમજાઈજશે.

ઈંસ્ટ્રકશન માં ફર્ક(સુચના)

બ્રાન્ડની ઠીક નીચે ઈંસ્ટ્રકશન (સુચના)માં પણ તફાવત જોવા મળશે, અસલી પેકિંગની નીચે ફકત બે લીન હોય છે, નકલી પેકિંગ ઉપર લખેલ ટેકસ્ટના ફોન્ટ સાઈઝ ખુબજ નાના હોય છે, અને કેપિટલ તેમજ સ્મોલ લેટરની ભૂલ જોવા મળશે.

લાયસન્સ ની જાણકારી

ઠીક તેની નીચે 'Covifir [brand name] is manufactured under the licence from Gilead Sciences,Inc'  લખેલી જોવા મળશે, જેથી ખરીદી કરતી વખતે તેના પર ધ્યાન જરૂર આપવું.

ઇન્ડિયામાં 'I' ને જોવો

અસલી દવાના પેકિંગ નીચે લખેલા ઇન્ડિયા (India) નો આઈ કેપિટલ લેટરમાં લખેલો જોવા મળશે, જયારે નકલી પેકીંગમાં આઈ (i) સ્મોલ લેટર થી શરુ થાય છે.

રાજ્યનું ખરાબ થયું નામ : ડીસીપી મોનિકા ભારદ્વાજે શેંર કરેલ ફોટોમાં એક ભૂલ વધુ જોવા મળી છે કે તેમાં રાજ્યના નામ Telangana (તેલંગાના) ને 'Telagana' લખ્યું હતું.

(3:43 pm IST)