નાલાસોપારામાં ભટકતી કૂતરી પર અત્યાચાર કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
મુંબઇ, તા.૨૮:નાલાસોપારા (વેસ્ટ)માં નિલેમોરે પરિસરમાં રહેતા ૩૦ વર્ષના ઇરફાન બાગવાન નામના યુવકે પોતાની વાસના પૂરી કરવા છેલ્લા દસેક દિવસથી એક કૂતરી પર અત્યાચાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. નાલાસોપારા પોલીસે રસ્તા પર ભટકતી કૂતરી સાથે અકુદરતી સેકસ માણવાના આરોપસર તેની ધરપકડ પણ કરી છે. નાલાસોપારાની એક હાઉસિંગ સોસાયટીના પ્રિમાઇસિસના પાછળના ભાગમાં તે આ કૃત્ય કરતો હોવાનો એક એનિમલ લવર દ્વારા વિડિયો સુધ્ધાં લેવામાં આવ્યો છે.
નાલાસોપારા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વસંત લબ્ધેએ જણાવ્યું હતું કે શ્નનાલાસોપારાની હાઉસિંગ સોસાયટીમાં રહેતી મહિલા અને એનિમલ એકિટવિસ્ટે અમને આ વિશે જાણ કરી હતી. તે મહિલા છેલ્લા ઘણા દિવસથી યુવકની હરકતોનો પુરાવો શોધી રહી હતી. રવિવારે બપોરે આ યુવક એક હાઉસિંગ સોસાયટીની પાસે સૂમસામ જગ્યાએ આ કૃત્ય કરતાં દેખાયો હતો જેનો તેણે વિડિયો લીધો હતો. એથી પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપીને ગઈ કાલે વસઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આરોપી ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેની પત્ની અને દીકરી છે અને તે તેના ભાઈ સાથે રહે છે.