મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

આંચકો અનેક મીનિટ સુધી અનુભવાયો

આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂકંપનો જોરદાર આંચકોઃ તીવ્રતા ૬.૪ અનેક ઇમારતોમાં તિરાડ

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. એક તરફ કોરોના નામની મુસિબત રોજ આપણી સમક્ષ રાક્ષસીરૂપ ધારણ કરી મોટા આંકડાનાં રૂપમાં સામે આવે છે, તો બીજી તરફ સમાચાર સામે આવી રહ્યા છે કે, દેશનાં અમુક વિસ્તારોમાં ભૂકંપનાં તેજ ઝટકા અનુભવાયા છે.

આપને જણાવી દઇએ કે, આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. સવારે ૭.૫૫ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૪ નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ આસામનાં સોનિતપુર હોવાનુ સામે આવી રહ્યું છે. આંચકો ઘણી મિનિટો સુધી અનુભવાયો હતો. તેજ ઝટકાથી ડરી ગયેલા લોકો ફટાફટ ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની અસર આસામ સહિત ઉત્ત્।ર બંગાળમાં અનુભવાઈ છે. ગુવાહાટીમાં અનેક સ્થળોએ ઈલેકટ્રીસિટી ઠપ થઇ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સતત બે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રથમ ઝટકો સવારે ૭.૫૫ વાગ્યે અનુભવાયો હતો. થોડા સમય પછી બીજો આંચકો આવ્યો હતો. ભૂકંપ કેટલો ભયાનક હશે તે આ વાતથી જાણી શકાય છે કે, આસામમાં ઘણા મકાનોમાં તિરાડો પડી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં એક તરફ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ત્યારે બીજી તરફ આવી કુદરતી આફત અચાનક આવી જતા લોકોમાં ડરનો માહોલ બની ગયો છે. આજે સવારે આવેલા ભૂકંપે આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં લોકોનાં જીવ તાળવે લાવી દીધા હતા. ભૂકંપનીન તીવ્રતા ૬.૪ નોંધાઈ હતી. આ ભૂકંપનાં કારણે લોકોનાં દ્યરી દિવાલોમાં તીરાડો પડી ગઇ હતી. હાલમાં દેશ કોરોનાવાયરસ સામે જજુમી રહ્યો છે, ત્યારે આસામનાં ગુવાહાટી સહિતનાં પૂર્વોત્તરમાં અચાનક આવેલા આ ભૂકંપે લોકોની નિંદર ઉડાવી દીધી છે.

(10:26 am IST)