મુખ્ય સમાચાર
News of Wednesday, 28th April 2021

મુસાફરો નહીં મળતા ઉત્તર અને પશ્વિમ રેલવેએ 40 ટ્રેનો રદ કરી : દક્ષિણ અને મધ્ય રેલવેની પણ ઘણી ટ્રેનો કેન્સલ

આગામી સમયમાં જન જીવન સામાન્ય થશે તો ફરી ટ્રેનની સેવા ચાલુ કરવામાં આવશે

નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારીના લીધે જનજીવન પર માઠી અસર પડી છે.દરેક રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થઇ છે.જેના લીધે પ્રવાસીઓ મુસાફર કરી રહ્યા નથી એવી પરિસ્થિતિમાં ઉત્તર અને પશ્વિમ રેલવેએ 40 ટ્રેનો રદ કરી દીધી છે આગામી આદેશ સુધી.

ઉત્તર પશ્વિમ રેલવેની ટ્રેનો રદ કરી છે તેમાં જયપુર-દિલ્હી રોહિલ્લા ડબલ ડેકર મંગળવારથી દિલ્દી જશે કે ના આવશે.આ ઉપરાંત ભઠિડા-લાલગઢ સ્પેશીયલ,અબોહર-જોધપુર સ્પેશીયલ,જૈસલપુર સ્પેશીયલ,મથુરા સ્પેશીયલ,આ સાથે અનેક ટ્રેનો આગામી આદેશ સુધી રદ કરી છેે.આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય રેલવેએ પણ ઘણી ટ્રેનો રદ કરી છે.કોરોનાની મહામરીના લીધે પ્રવાસીઓની સંખ્યા પુરતી ના હોવાથી રેલવેએ આ નિર્ણય લીધો છે.આગામી સમયમાં જન જીવન સામાન્ય થશે તો ફરી ટ્રેનની સેવા ચાલુ કરવામાં આવશે

(12:00 am IST)