મુખ્ય સમાચાર
News of Tuesday, 28th March 2023

જામફળ, કેળા, સફરજન, દાડમ જેવા ફળો ખાધા પછી તરત જ પાણી પીવુ નુકશાનકારક

નાસપતિનું સેવન કર્યા બાદ પાણી પીવાથી શરદી-ઉધરસની સમસ્‍યા થઇ શકે

નવી દિલ્‍હીઃ મોટાભાગના લોકો ખાવાનું ખાધા બાદ પાણી પીતા હોય છે. પરંતુ ભોજન કર્યા બાદ કે કઈ ખાધા બાદ પાણી પીવાની આદત સારી નથી. કેટલાક લોકોને ફળોના સેવન બાદ પણ તરત પાણી પીવાની આદત હોય છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે આમ કરવાથી તમને કેટલું નુકસાન થઈ શકે છે. કેટલાક ફળો એવા છે જેના સેવન બાદ પાણી પીવું ટાળવું જોઈએ. આવા જ કેટલાક ફળો વિશે આજે અમે તમને જણાવીશું.

જામફળ

મોટાભાગના લોકો જામફળ  ખાધા બાદ પાણી પીતા હોય છે પરંતુ જામફળ ખાધા બાદ પાણી પીવું જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી તમારું પાચન બગડી શકે છે. પાચન શક્તિ ન બગડે તે માટે જામફળ ખાધા બાદ પાણીનું સેવન ટાળવું જોઈએ.

કેળા

કેળા ખાધા બાદ પણ તરત પાણી પીવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી પણ પાચન સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. આથી કેળા  ખાધા બાદ ભૂલેચૂકે પાણી પીવું જોઈએ નહીં.

નાસપતિ

નાસપતિનું સેવન કર્યા બાદ પાણી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે જો તમે નાસપતિ ખાધા બાદ પાણી પીશો તો તમને શરદી કે ઉધરસની સમસ્યા થઈ શકે છે. આથી નાસપતિ ખાધા બાદ ભૂલેચૂકે પાણી ન પીવું જોઈએ.

સફરજન

સફરજન આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકરક હોય છે. પરંતુ જો તમે તેનું સેવન કર્યા બાદ પાણી પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી સફરજન ખાધા બાદ પાણી ન પીવું જોઈએ.

દાડમ

દાડમ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન અને એવા અનેક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. પરંતુ જો તમે દાડમ ખાધા બાદ પાણી પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. આથી તેનું સેવન કર્યા બાદ પાણી ન પીવું જોઈએ.

(5:59 pm IST)