મુખ્ય સમાચાર
News of Tuesday, 28th March 2023

આઇઆઇટી મદ્રાસ દ્વારા દૂધની શુદ્ધતા નક્કી કરવાનું ડિવાઇસ વિકસાવાયુઃ માત્ર અડધા કલાકના પરિક્ષણમાં ભેળસેળ દૂધ જાણી શકાશે

મિકેનિકલ એન્‍જિનિયરીંગના પ્રોફેસર પલ્લબ સિંહા મહાપાત્રા સહિતના ટીમનું સંશોધન

નવી દિલ્‍હીઃ દૂધમાં ભેળસેળ મામલે અવાર-નવાર ખબરો સામે આવતી હોય છે. ભારત, પાકિસ્તાન, ચીન અને બ્રાઝીલ જેવા દેશોમાં દૂધમાં ભેળસેળની સમસ્યા વધારે હોય છે. જ્યારે દૂધની શુદ્ધતા અડધા મિનિટમાં સરળતાથી શોધી શકાય છે. IIT મદ્રાસે એક એવું ડિવાઈસ વિકસાવ્યું છે. જેમાં   દ્વારા તમે ઘરે બેઠા 30 સેકન્ડમાં દૂધની શુદ્ધતા ચકાસી શકો છો. આ પેપર આધારિત પોર્ટેબલ ડિવાઈસ દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ , સાબુ , સ્ટાર્ચ, હાઈડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ-હાઈડ્રોજન-કાર્બોનેટ અને મીઠાની ભેળસેળને સરળતાથી શોધી શકે છે. આ 3D ઉપકરણ ખૂબ સસ્તું છે અને તે પાણી, જ્યુસ અને મિલ્કશેકમાં ભેળસેળ પણ શોધી શકે છે. કોઈપણ નમૂનામાં ભેળસેળનું પરીક્ષણ કરવા માટે એક મિલીલીટર પ્રવાહી પૂરતું છે.

IIT મદ્રાસનું ડિવાઈસ છે એકદમ સસ્તું

અત્યાર સુધી દૂધમાં ભેળસેળનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે છે. અને તેનો ખર્ચો ખૂબ જ હોય છે. અને તે ટાઈમ પણ વધારે લે છે. એક રિપોર્ટના અનુસાર  IIT મદ્રાસમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ભણાવતા પલ્લબ સિંહા મહાપાત્રાએ કહ્યું કે આ માઇક્રોફ્લુઇડિક ડિવાઇસ ત્રણ લેયરનું છે. ઉપલા અને નીચલા સ્તરો વચ્ચે સેન્ડવીચ કરેલું મધ્યમ સ્તર છે. તેના પર પ્રવાહી રેડવામાં આવે છે અને થોડા સમય માટે સૂકવવા માટે છોડી દેવામાં આવે છે. સૂકાયા પછી, કાગળના બંને સ્તરો પર ટેપ પેસ્ટ કરવામાં આવે છે. આમાં વોટમેન ફિલ્ટર પેપર ગ્રેડ 4 નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પ્રવાહીને પ્રવાહિત કરવામાં અને રીએજન્ટ્સને સંગ્રહિત કરવામાં મદદ કરે છે.

દૂધમાં ભેળસેળની સમસ્યા વિકાસશીલ દેશોમાં વધારે

તમામ રીએજન્ટ્સ નિસ્યંદિત પાણી અથવા ઈથેનોલમાં ઓગળી જાય છે. તે તેમની દ્રાવ્યતા પર આધાર રાખે છે. પ્રવાહીમાં ભેળસેળ કલરમેટ્રિક ડિટેક્શન તકનીકનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું કે આ પદ્ધતિમાં રીએજન્ટ માત્ર ભેળસેળવાળા પદાર્થો સાથે જ પ્રતિક્રિયા આપે છે અને દૂધમાં રહેલા ઘટકો સાથે કોઈ પ્રતિક્રિયા થતી નથી. આ વિશ્લેષણાત્મક સાધન પ્રવાહી ખાદ્ય સુરક્ષાને મોનિટર કરવામાં મદદ કરી શકે છે અને વિકાસશીલ દેશોના દૂરના વિસ્તારોમાં દૂધની ભેળસેળને સરળતાથી શોધી શકે છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં દૂધમાં ભેળસેળ એક મોટી સમસ્યા છે. આ સમસ્યા ભારત, પાકિસ્તાન, ચીન અને બ્રાઝિલમાં સૌથી વધુ છે. ભેળસેળયુક્ત દૂધના સેવનથી કિડનીની સમસ્યા, બાળકોના મૃત્યુ, પેટની સમસ્યા, ઝાડા અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. સુભાષીષ પટારી અને પ્રિયંકન દત્તાએ મહાપાત્રાના નેતૃત્વમાં આ સંશોધન કર્યું છે. તેમનું સંશોધન પ્રખ્યાત વિજ્ઞાન જર્નલ નેચરમાં પ્રકાશિત થયું છે.

(5:48 pm IST)