મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

રામાયણના ''રામ''ને કંઈ રીતે મળ્યો રોલ?: ઓડીશનમાં રીજેકટ થયા હતા અરૂણ ગોવીલ

નવી દિલ્હીઃ ૮૦ના દાયકામાં રામાયણ એટલી લોકપ્રિય થયેલ કે લોકોને સાક્ષાત ભગવાનના દર્શન થતા હોય તેવો અનુભવ થતો. લોકો આજે પણ માને છે કે હજી સુધી આવી સિરીયલ બની નથી, જેમાં લોકોને આટલી શ્રધ્ધા જાગી હોય.

ભગવાન રામનો અભિનય કરનાર અરૂણ ગોવીલ રોલ માટે રીજેકટ થયા હતા. અરૂણ ગોવીલનો જન્મ મેરઠમાં થયેલ. તેમણે જી.એફ.કોલેજ શાહજહાંપુરથી એન્જીનીયરીંગ સાયન્સમાં ગ્રેજયુએશન કરેલ, દરિમયાન તેમણે ત્યાં કેટલાક નાટકોમાં ભાગ લીધો હતો. તેમના પિતા ચંદ્ર પ્રકાશ સરકારી નોકરીયાત હતા. અરૂણ ૬ ભાઈ- બહેનોમાં ચોથા નંબરના હતા. તેમના મોટાભાઈ વિજયે તબ્બસુમ સાથે લગ્ન કર્યા હતા. તબ્બસુમ બાળ કલાકાર હતા અને સેલીબ્રીટીનો ચેટ શો શરૂ કરાવનાર પહેલી એકટ્રેસ હતા, જેમનો દુરદર્શનમાં 'જબ જબ ફુલ ખીલે' શો ખુબ જ હીટ રહેલ.

અરૂણ ગોવીલ ૧૯૭૫માં ૧૭ વર્ષની ઉંમરે ભાઈના બિઝનેસમાં સામેલ થવા મુંબઈ આવેલ. ત્યારે એકટીંગનો કોઈ વિચાર ન હતો. થોડા સમય બાદ તેમને કામમાં ગમતુ ન હોય કંઈક અલગ કરવાનું નકકી કર્યુ, જેમાં મજા આવે. કોલેજમાં અભિનય કરી ચૂકેલ અરૂણ એકટીંગ વિશે વિચારવા લાગ્યા અને નશીબે પણ સાથ આપ્યો. તેમણે ૧૯૭૭માં પ્રશાંત નંદાની ''પહેલી'' ફિલ્મથી ડેબ્યુ કર્યુ. ભાભી તબ્બસુમે તારાચંદ બડજાત્યા સાથે મુલાકાત કરાવી અને અરૂણથી ખુબ જ પ્રભાવિત થયેલ બડજાત્યાએ ત્રણ ફિલ્મો નકકી કરી નાખી.

ત્યારબાદ કનક મિશ્રાની ''સાવન કો આને દો'', વિજય કપુરની ''રાધા ઔર સીતા'', સત્યેન બોસની ''સાંચ કો આંચ કયા'' જેવી ફિલ્મો કરી. સાવન કો આને દો હીટ રહી. ૧૯૮૧માં કનક મિશ્રાની ''જીયો તો એસે જીયો'' કરી અને તે ફિલ્મ વર્ષની ૩૦મી હિટ રહી.

''વિક્રમ ઔર વૈતાલ''માં અરૂણે રાજા વિક્રમાદિત્યના પાત્રના કારણે ચર્ચામાં આવેલ. પણ ''રામ''ના રોલથી તેઓને જબરદસ્ત ઓળખ અને સન્માન મળ્યું. પહેલીવાર તેઓ ''રામ''ના રોલ માટે  રીજેકટ થયા હતા. પણ પછી આ રોલ તેમને જ મળ્યો એ પણ રસપ્રદ છે.જયારે અરૂણ ગોવીલને ખબર પડી કે રામાનંદ સાગર રામાયણનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે તેઓ તુરંત તેમની પાસે પહોંચ્યા અને રામના રોલ માટે વાત કરી. સાગરજીએ ચશ્મા સરખા કરતા જવાબ આપેલ કે ઠીક છે, સમય આવ્યો જોશુ. ત્યારબાદ અરૂણ ગોવીલને ઓડીશન માટે બોલાવાયા અને ત્યારે જ રીજેકટ પણ કરી દેવાયા!!!

થોડા સયમ પછી રામાનંદ સાગરે અરૂણ ગોવીલને ફોન કરી ઘરે મળવા આવવા જણાવ્યુ. અરૂણ ઘરે પહોંચ્યા ત્યારે રામાનંદજીએ કહ્યું કે અમારી સિલેકશન કમિટીએ  નકકી કર્યુ છે કે તારા જેવો રામ નથી મળી રહ્યો. આ વાત તેમણે કપીલ શર્માના શો માં જણાવેલ. અરૂણે હિન્દી, ભોજપુરી, બ્રજ ભાષા, ઉડીયા, તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

(4:01 pm IST)