મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

લોકડાઉનને કારણે DGCA એ ડોમેસ્ટિક ફલાઇટ પર લગાવેલો પ્રતિબંધ ૧૪ એપ્રિલ સુધી લંબાવ્યો

નવી દિલ્હી, તા. ર૭ :   કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રપ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી ર૧ દિવસ માટે દેશ વ્યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી આને કારણે ઘરેલું ઉડાનો પર લાગેલ પ્રતિબંધ વધારી ૧૪ એપ્રિલ સુધી કરી નાખ્યો. આ ઘોષણા વિમાનના મહાનિર્દેશાલયએ આજ કરી છે.

આ પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ ૧૪ એપ્રિલ સુધી બ્રેક લગાવી દીધી છે. આ સાથે દેશમાં રેલવે, મેટ્રો, બસ, ટેકસી, ઓટો જેવી સેવાઓ પર ૧૪ એપ્રિલ સુધી પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. રેલવેની પેસેન્જર ટ્રેનોને પણ ત્રણ સપ્તાહ માટે બંધ કરેલ છે. જરૂર પરવાના આપેલ વાહનોને છૂટ આપવામાં આવી છે.

 

(12:00 am IST)