મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

કોરોનાની હોસ્પિટલમાં AIMIMના ધારાસભ્યએ મેડિકલ ઓફિસરની પિટાઈ કરી : કેસ દાખલ

 

નવી દિલ્હી :AIMIMના ધારાસભ્ય મૌલાના મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલ અને તેમના સમર્થકોની સામે એક મેડિકલ ઓફિસરની પિટાઈ કરવામાં આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર ધારાસભ્યએ માલેગાંવની જનરલ હોસ્પિટલના એક મેડિકલ ઓફિસરની પિટાઈ કરી હતી, ત્યાર બાદ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય મૌલાના મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલે હોસ્પિટલમાં 18 વાર ફોન કર્યો પણ જ્યારે ડૉક્ટરોએ ફોન નહીં ઉઠાવ્યો તો તે ત્યાં પોતાના સમર્થકોની સાથે પહોંચી ગયા. ધારાસભ્યનું કહેવું છે કે, ડૉક્ટરો હોસ્પિટલમાંથી બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં મોડુ કરી રહ્યા હતા.

  હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે. બીજી વાત તો કે કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. એવામાં ધારાસભ્યનું રીતનું વર્તન જરા પણ શોભનીય નહોતું. માટે ડૉક્ટરોનું કહેવું છે કે ધારાસભ્યએ જાણી-જોઈને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

(12:00 am IST)