મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

" પટેલ બ્રધર્સ " ગ્રોસરી સ્ટોરની અમેરિકામાં ફેલાયેલી તમામ શાખાઓ 30 માર્ચ સોમવારથી બંધ : 10 દિવસ પછી ફરી પાછી શરૂ કરી દેવાશે

એટલાન્ટા : ઇન્ડિયન અમેરિકન પટેલ બ્રધર્સ ગ્રોસરી સ્ટોરની દેશ વ્યાપ્ત તમામ શાખાઓ 30 માર્ચ સોમવારથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.જે 10 દિવસ પછી ફરીથી શરૂ કરી દેવાશે.
વર્તમાન કોરોના વાઇરસના કહેરને કારણે સ્ટોરના કર્મચારીઓ ,ગ્રાહકો ,તેમજ લોકોના હીત માટે ઉપરોક્ત નિર્ણય લીધો હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું તથા તકલીફ બદલ ક્ષમા યાચના કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)