મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

ગુજરાત માટે આ કેવું સન્માન ! મોરારજીભાઈની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા: સંસદના સત્તાવાર કાર્યક્રમમાં કોઈ મહાનુભાવ ઉપસ્થિત ન રહેતા સુબ્રમણ્યમ સ્વામીએ દુઃખ વ્યક્ત કર્યું

નવીદિલ્હી: આજે પૂર્વ વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઇની જન્મજયંતિ નિમિત્તે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદ સભ્યો અને લોકસભા અને રાજ્યસભા સચિવાલયના અધિકારીઓએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી. તસવીરમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી મોરારજીભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી રહેલા નજરે પડે છે.

સ્વ.મોરારજીભાઇ દેસાઇ કેન્દ્રમાં પ્રથમ બિન-કોંગ્રેસ સરકારના વડા હતા.  જનતા પાર્ટી સરકાર (૧૯૭૭-૭૯) લાંબા સમય સુધી ટકી ન હતી, પરંતુ ભારતના લોકશાહી ઇતિહાસ પર નોંધપાત્ર છાપ છોડી હતી.

ડો.સુબ્રમણ્યમ સ્વામી તેમના ટવિટર હેન્ડલ ઉપર લખે છે કે "આજે મોરારજીભાઈના જન્મદિવસ માટે સંસદના સત્તાવાર કાર્યકર્મમાં મારા સિવાય કોઈ વડા પ્રધાન, કોઈ પ્રધાનો કે કોઈ સાંસદ ઉપસ્થિત રહ્યા ન હતા, ગુજરાત માટે આ કેવું સન્માન !

(11:39 pm IST)