મુખ્ય સમાચાર
News of Sunday, 28th February 2021

મેક્સિકોમાં હુમલાખોરોનો અંધાધૂંધ ફાયરીંગ : 11 લોકોના મોત : એક મહિલા અને એક યુવક ગંભીર

ડ્રગ માફિયાઓ માટે બદનામ જલિસ્કો શહેરમાં બંદૂકધારીઓનો હુમલો

જલિસ્કોઃ મેક્સિકોના પશ્ચિમી શહેર જલિસ્કોમાં બંદૂકધારીઓનો હુમલો થયો હતો,. જેમાં 11 લોકોનાં મોત થઇ ગયા. રિપોર્ટ મુજબ એક હુમલાખોરે ટ્રક પર સવાર થઇ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટના શનિવારની છે. જેમાં એક અન્ય મહિલા અને એક યુવક ગંભીરપણે ઘાયલ પણ થયા છે. . હુમલો કોની તરફથી કરાયો તેન તપાસ ચાલી રહી છે.

જલિસ્કોના અધિકારીઓએ જણાવ્યું કે શહેરના ગનડાલસારા ક્ષેત્રમાં એક ઘરની બહાર ગોળીબાર થયો હતો. જેમાં 10 લોકોનાં મોત થયા હતા. જ્યારે ઘરની અંદરથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. સરકારી કાર્યાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યા મુજબ હુમલામાં ઘાયલ યુવક અને યુવતીની સારવાર કરાઇ રહી છે. તે બંને સગીર છે

જલિસ્કોમાં જ ગત ડિસેમ્બરમાં એક પૂર્વ ગવર્નરની ગોળી મારી હત્યા કરાઇ હતી. અહીં જલિસ્કોના પૂર્વ ગવર્નર અરિસ્ટોટેલ્સ સેંડોવલની પર્ટો વાલાર્ટોના સમુદ્ર કાંઠે એક રેસ્ટોરન્ટમાં ગોળી મારવામાં આવી હતી. જેને પગલે તેમનું મોત નીપજ્યું હતું.આ શહેર મેક્સિકોના ડ્રગ સંબંધી ધંધાનું મુખ્ય કેન્દ્ર છે. તેને શક્તિશાળી ન્યૂ જનરેશન કાર્ટેલ (ડ્રગનું ઉત્પાદન કરનારા લોકો)નું ઘર છે

રાષ્ટ્રપતિ એન્ડ્રેસ લોપેઝ ઓબ્રેડોરે 2018નાં અંતમાં શપથ લીધા બાદ ડ્રગ્સના વેપાર પર અંકુશ મુકવા માટે આ અંગે થતી હત્યાઓને રોકવાનો સંકલ્પ લીધો હતો. તેમ છતાં એક વર્ષમાં મોટા પાયે હત્યાઓ થઇ છે

ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ મેક્સિકોનાં ગુઆનાજુઆતો રાજ્યમાં રવિવારની સવારે જ એક બારમાં બંદૂકધારીએ ગોળીઓ  વરસાવતા 4 મહિલા અને 7 પુરુષો સહિત 11નાં મોત થઇ ગયા હતાં. નજરે જોનારાઓએ ત્યારે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અનેક વાહનોમાંથી બાર પર ગોળીબાર કર્યો હતો. સરકારી આંકડા મુજબ ડ્રગ માફિયા માટે બદના મેકિસકોમાં ગત વર્ષે જાન્યુઆરીથી મે સુધીના 6 મહિનામાં જ 1900 લોકોની હત્યા થઇ હતી.

(6:29 pm IST)