મુખ્ય સમાચાર
News of Thursday, 28th February 2019

રાજકોટ એરફીલ્ડ ખાતે લશ્કરી ટ્રાન્સપોર્ટ એકટીવીટી ધમધમે છેઃ સીયાલકોટ નજીક ભારતીય ટેન્કો ખડકવામાં આવીઃ પાક પત્રકાર વજાહત કાઝમી સનસનાટી મચાવે છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ટોચના પત્રકાર વજાહત કાઝમી ટ્વીટર પર સનસનાટી મચાવી રહ્યા છેઃ તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતના રાજકોટ ખાતેના એરફીલ્ડ ઉપર મોટાપાયે મીલીટ્રી ટ્રાન્સપોર્ટ એકટીવીટી શરૂ થઈ છેઃ તેમણે જણાવ્યુ છે કે ભારતીય આર્મીએ સીયાલકોટ નજીક ટેન્કોનો ખડકલો કર્યો છે, તેમણે યુદ્ધની આશંકા દર્શાવી છેઃ વજાહત કાઝમી ઉમેરે છે કે, ભારત દક્ષીણ બેલ્ટમાંથી કે રણના વિસ્તારમાંથી હુમલો કરે તેવી શકયતા છેઃ તેમણે દેશને એલર્ટ રહેવા કહ્યુ છેઃ તેમણે કરાંચીમાં કટોકટી અને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હોવાનંુ પણ જણાવ્યુ છે

(11:51 am IST)