મુખ્ય સમાચાર
News of Friday, 28th January 2022

ભારતના બીજા સીડીએસ બનશે જનરલ નરવણે

એપ્રિલ સુધીમાં થઇ શકે છે જાહેરાત

નવી દિલ્હીઃ નવા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિમણુંકમાં મોડુ થવા બાબત માનવામાં આવી રહ્યું છે કે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેને નવા સીડીએસ બનાવી શકાય છે. જો કે નરવણેનો કાર્યકાળ પુરો થવામાં હજુ ત્રણ મહિના બાકી છે એટલે અંદાજ એવો મુકાઇ રહ્યો છે કે નવા સીડીએસની નિમણુંકની જાહેરાત એપ્રિલમાં થઇ શકે છે.

સુત્રોનું કહેવું છે કે સેવારત જનરલ અને તેના સમકક્ષ અધિકારીને સીડીએસ નિયુકત કરી શકાય છે. જેમાં નૌસેના અને વાયુસેનાના ચીફ આવે છે એટલે સરકાર પાસે અનેક વિકલ્પો છે પણ હજુ સુધી કોઇ વિકલ્પનો ઉપયોગ નથી થયો એટલે જનરલ નરવણેની નિમણુંકની શકયતાઓ વધારે દેખાઇ રહી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે સેના પ્રમુખને કાર્યકાળ પુરો કર્યા પછી સરકાર સીડીએસ બનાવવાના પક્ષમાં છે. ઉલ્લેખનિય છે કે જનરલ બિપીન રાવતને પણ કાર્યકાળ પુરો થયા પછી જ સીડીએસ બનાવાયા હતા.

(11:03 am IST)