મુખ્ય સમાચાર
News of Friday, 28th January 2022

સ્પર્મ ડોનેટ કરીને 129 બાળકો પેદા કર્યા : બ્રિટનના 67 વર્ષીય સ્પર્મ ડોનરનો ચોંકાવનારો દાવો

તેણે કહ્યું કે વીર્યદાન કરવા તે કોઈ પૈસા લેતો નથી અને જરુરિયાતમંદોને સહાય કરે છે.

 

બ્રિટનના રહેતા નિવૃત ટીચર ક્લાઇવ્સ જોન્સે સ્પર્મ ડોનેટ કરીને 129 બાળકો પેદા કર્યાા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે.  ક્લાઇવ્સ જોન્સે કહ્યું કે તેણે અત્યાર સુધી 129 બાળકો પેદા કર્યાં છે અને આ વર્ષે બીજા 9 બાળકો પેદા કરવાનો વિચાર છે. તે કહે છે કે તે ફેસબુકનો ઉપયોગ કરીને મફતમાં વીર્યદાન કરી રહ્યો છે અને આ રીતે તે બાળકોને પેદા કરી રહ્યો છે, તેણે કહ્યું કે વીર્યદાન કરવા તે કોઈ પૈસા લેતો નથી અને જરુરિયાતમંદોને સહાય કરે છે. 

 
67 વર્ષીય રિટાયર્ડ ટીચર ક્વિટ જોન્સે દાવો કર્યો છે કે તેમણે અત્યાર સુધી સૌથી વધુ સ્પર્મ્સ ડોનેટ કર્યા છે. તે નવ વર્ષથી સ્પર્મ ડોનેટ કરી રહ્યો છે, જેના કારણે તે 129 બાળકોનો પિતા બની ગયો છે.

લાઇવે 58 વર્ષની ઉંમરથી જ સ્પર્મ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું. બ્રિટનમાં સત્તાવાર સ્પર્મ ડોનર બનવાની મહત્તમ વયમર્યાદા 45 વર્ષ છે, જેના કારણે તેઓ સત્તાવાર સ્પર્મ ડોનર બની શક્યા ન હતા. તે તેના માટે કોઈ પૈસા લેતો નથી

(11:34 pm IST)