મુખ્ય સમાચાર
News of Friday, 28th January 2022

જાટ સમુદાય ભાજપથી નારાજ રહી શકે નહીં : રાજનાથસિંહે ગાઝિયાબાદની સભામાં ચૌધરી ચરણસિંહને ગણાવ્યા આદર્શ

મોદીનગર વિધાનસભા ક્ષેત્રમાં રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની પુણ્યતિથિને ‘ખેડૂત દિવસ’ તરીકે જાહેર કર્યો હતો

નવી દિલ્હી :રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગાઝિયાબાદમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેણે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને પોતાના ‘આદર્શ’ ગણાવ્યા. પૂર્વ પીએમને પોતાના આદર્શ ગણાવતા રાજનાથ સિંહે દાવો કર્યો કે જાટ સમુદાય ભાજપથી નારાજ રહી શકે નહીં.

 રક્ષા મંત્રીનું આ નિવેદન ગૃહમંત્રી અમિતભાઈ શાહના જાટ સમુદાયની વચ્ચે પહોંચ્યાના એક દિવસ બાદ સામે આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોદીનગર વિધાનસભા ક્ષેત્રમાં જાટ સમુદાયને લઈને આ નિવેદન આપ્યું છે.આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જાટ સમુદાયની હાજરી છે.

એક દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ જાટ સમુદાયની વચ્ચે પહોંચ્યા હતા. આજે રક્ષા મંત્રીએ કહ્યું છે કે જાટ સમુદાય ભાજપથી નારાજ રહી શકે નહીં. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જાટ નેતા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ તેમના “આદર્શ” રહ્યા છે. મોદીનગર વિધાનસભા ક્ષેત્રમાં પહોંચેલા રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની પુણ્યતિથિને ‘ખેડૂત દિવસ’ તરીકે જાહેર કર્યો હતો.

(12:00 am IST)