મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

પાકિસ્તાન સુપ્રીમકોર્ટે યુ.એસ. પત્રકાર ડેનિયલ પર્લ હત્યા કેસમાં મુખ્ય શંકાસ્પદને છોડી મુકવા કર્યો આદેશ

પત્રકારના પરિવારે આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે ન્યાયની સંપૂર્ણ મજાક ઉડાવવામાં આવી

વર્ષ 2002માં ધ વોલસ્ટ્રીટ જર્નલના સાઉથ એશિયા બ્યુરોના વડા પર્લ (ઉ,વ, 38)) નું  કરાચીમાં અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને અલ કાયદા વચ્ચેના સંબંધો અંગેના એક સમાચાર અહેવાલ માટે માહિતી એકત્રિત કરી રહ્યો હતો.

  પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાના કેસમાં બ્રિટીશ મૂળના અલ-કાયદાના આતંકવાદી અહેમદ ઓમર શેખને નિર્દોષ જાહેર કરવા સામે દાખલ કરેલી અપીલને ફગાવી દીધી છે. કોર્ટે આ સનસનાટીભર્યા કેસમાં શેખને છૂટા કરવાના આદેશ પણ આપ્યા હતા. અમેરિકન પત્રકારના પરિવારે આ નિર્ણયની નિંદા કરતા કહ્યું કે ન્યાયની સંપૂર્ણ મજાક ઉડાવવામાં આવી છે

ધ વોલ સ્ટ્રીટ જર્નલ' ના દક્ષિણ એશિયા બ્યુરોના વડા પર્લ (ઉ,વ, 38) નું 2002 માં કરાચીમાં અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને અલ-કાયદા વચ્ચેના સંબંધો અંગેના એક સમાચાર અહેવાલ માટે માહિતી એકત્રિત કરી રહ્યો હતો. ત્યારબાદ તેનું શિરચ્છેદ કરી તેની હત્યા કરવામાં આવી હતી. શેખ અને તેના ત્રણ સાથીઓને આ કેસમાં દોષી ઠેરવીને સજા ફટકારવામાં આવી હતી

  સુપ્રીમ કોર્ટે સિંધ હાઈકોર્ટના નિર્ણય સામે સિંધ પ્રાંત સરકારની અપીલને નકારી હતી જેમાં પર્લની હત્યા બદલ શેખની સજા રદ કરવામાં આવી હતી. ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે પણ શંકાસ્પદને મુક્ત કરવા આદેશ આપ્યો છે. બેંચના સભ્યએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમના વકીલ મહેમૂદ શેખે મીડિયાને જણાવ્યું હતું કે તેનો 2: 1 બહુમતીનો ચુકાદો આપતી વખતે ખંડપીઠે સિંધ હાઈકોર્ટના તે હુકમને સમર્થન આપ્યું હતું જેમાં અપીલોને રદ કરવામાં આવી હતી અને શેખને મુક્ત કરવા આદેશ આપ્યો હતો.

કોર્ટે પર્લના અપહરણ અને હત્યામાં સંડોવણી બદલ આજીવન કેદની સજા ભોગવતા અન્ય ત્રણને છૂટા કરવાના આદેશ પણ આપ્યા હતા. સિંધ હાઈકોર્ટની બે જજોની ખંડપીઠે એપ્રિલ 2020 માં ઓમર શેખની ફાંસીની સજાને રદ કરી હતી અને તેને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી અને અન્ય ત્રણ આરોપીઓ ફહદ નસીમ, શેખ આદિલ અને સલમાન સાકીબને નિર્દોષ જાહેર કર્યા હતા

આતંકવાદ વિરોધી અદાલતે (એટીસી) અગાઉ આ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સિંધ સરકાર અને ડેનિયલ પર્લના પરિવારે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ કરી હતી. પર્લ પરિવારના વકીલ ફૈઝલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે પર્લના માતાપિતા રૂથ અને જુડિયા પર્લે એવા નિર્ણયની નિંદા કરી છે કે જેનાથી દરેક જગ્યાએ પત્રકારોનું જીવન જોખમમાં મૂકાઈ શકે.

  પરિવારે એક નિવેદનમાં કહ્યું કે, આજનો ચુકાદો સંપૂર્ણપણે ન્યાયની ઉપહાસ છે અને આ હત્યારાઓની મુક્તિ પાકિસ્તાનમાં લોકો માટે દરેક જગ્યાએ જોખમ છે." સિદ્દીકીએ જણાવ્યું હતું કે કાર્યવાહી ચલાવવાનો એકમાત્ર વિકલ્પ કોર્ટની વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ કરવાની રહેશે પરંતુ સમીક્ષા પીટીશનની સુનાવણી એક જ બેંચ દ્વારા કરવામાં આવે છ જેનાથી તે સંભવ છે કે તે જ ન્યાયાધીશ તેના નિર્ણયને રદ કરશે. દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તે આ મામલામાં થતા કોઈપણ ડેવલપમેન્ટ પર નજર રાખશે અને પર્લના પરિવારનું સમર્થન કરશે. પર્લને ન્યાય મળે તે માટે અમેરિકા પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે 

(11:14 pm IST)