મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

ગાઝીપુર સરહદે ચોતરફ ઘેરાબંધી : એકતરફ યુપી અને બીજીતરફ દિલ્હી પોલીસનો સકંજો : સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો

ટ્રેકટર રેલી દરમિયાન હિંસા બાદ તંત્ર આક્રમક મૂડમાં : મોટી સંખ્યામાં જવાનો ખડકાયા :આરપીએફની ટુકડી પણ તૈનાત : સિંધુ બોર્ડરે પણ ભારે બંદોબસ્ત ગોઠવાયો

નવી દિલ્હી : ગાઝીપુર સરહદે પોલીસતંત્રની ચોતરફ ઘેરાબંધી કરાઈ છે એક તરફ યુપી તો બીજીતરફ દિલ્હી પોલીસે સંકજો કસ્યો છે પ્રજાસતાક  દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ પોલીસ પ્રશાસન ખૂબ જ આક્રમક છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસે કોર્ડન કરી લીધો છે. ગાઝીપુર સરહદે ખેડુતો ઉપર ચારેબાજુ  સકંજો કસ્યો છે બીજીતરફ  સિંઘુ બોર્ડર સહિતના ઘણા વિસ્તારોમાં ભારે સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યા છે.

સમગ્ર દેશની નજર હાલમાં યુપી-દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર છે. બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન પર કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલુ છે ગાજીપુર ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાજીપુર સરહદ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે

વિરોધીઓને લઇ જવા માટે બસો લાવવામાં આવી છે. આરએએફની જમાવટ છે   વાહનો પણ અહીં લાવ્યા છે. બીજી તરફ, અહીં ભૂખ હડતાલ પર ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત બેઠા છે  ગાઝીપુર સરહદ પર કલમ 144 લાદવાની સાથે સાથે પોલીસે સીઆરપીસીની કલમ 133 હેઠળ હાજર વિરોધ પ્રદર્શિત ખેડૂતોને નોટિસ આપી છે

(10:06 pm IST)