મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

ઓવૈસીનો નવો વિવાદી ફતવોઃ અયોધ્યામાં બની રહેલી મસ્જીદમાં નમાજ પઢવાનું હરામ

ફતવા બાદ સ્વામી પરમહંસે તો ઓવૈસીને દેશના ગદ્દાર ગણાવ્યા : કહ્યું ---ઓવૈસીને જેલમાં નાંખવો જોઇએઃ કહી દીધા.

નવી દિલ્હી : ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અસદ્દુદીને ઓવૈસીએ નવો ફતવો જારી કર્યો. ઓવૈસીએ કહ્યું કે અયોધ્યામાં પાંચ એકર જમીનમાં બની રહેલી મસ્જીદમાં નમાજ પઢવાનું હરામ છે. જેને પગલે વિવાદ સર્જાયો છે. સ્વામી પરમહંસે તો ઓવૈસીને દેશના ગદ્દાર કહી દીધા છે

 અસદુદ્દીન ઓવૈસીએ એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે,બાબરી મસ્જીદના સ્થાને પાંચ એકર જમીન લઇ મસ્જીદ બનાવવામાં આવી રહી છે. કોઇ મુજાહિદ એ આઝાદી અહેમદુલ્લાહનું નામ રાખવા માગે છે. એ જાલીમો ચુલુભર પાણીમાં ડૂબી મરો. જો અેહમદુલ્લાહ જીવીત હોત તો કહેતા કે આ મસ્જીદે ઝરાર (જ્યાં નમાજ પઢવા પર પ્રતિબંધ હોય તેવી મસ્જીદ) છે.”

 “મેં દરેક મસલગ (તબક્કા)ના ઉલેમાઓને પૂછ્યું, મુફ્તીઓને પુછ્યું, જવાબદારોને પુછ્યું, તો બધાએ કીધું કે આ મસ્જીદમાં નમાજ અદા કરી શકાય નહીં. જે જગ્યાને બાબરી મસ્જીદની શહાદત પછી પાંચ એકરની જમીન બનાવવામાં આવી રહેલી મસ્જીદ પર નમાજ પઢવી હરામ છે.

 

ઓવૈસીના નિવેદન બાદ સ્વામી પરમહંસે કહ્યું કે,“અસદુદ્દીન ઓવૈસી દેશનો એવો ગદ્દાર છે, જે ભડકાઉ ભાષણ આપી હંમેશા લડવાની વાત કરતો રહે છે. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ત્યાં જે પણ નિર્માણ થઇ રહ્યું છે, તે અંગે જો કોઇ પ્રશ્ન હોય તો તે ન્યાયપાલિકા સામે પ્રશ્ન છે. જે ગેર બંધારણીય છે. અમર્યાદિત છે. ઉશ્કેરણીજનક ભાષણ છે. અસદુદ્દીન ઓવૈસી જેવા લોકોને તો જેલના સળિયા પાછળ હોવા જોઇએ. તે હંમેશા દેશને તોડવાની વાત કરે છે

અયોધ્યા મામલે પક્ષકાર રહેલા હાશિમ અન્સારીના પુત્ર ઇકબાલ અન્સારીએ કહ્યું કે,ઓવૈસીજીએ જે કઈ  પણ કહ્યું છે. તેમણે ફતવો જારી કર્યો છે કે લોકો એ મસ્જીદમાં નમાજ ન પઢે, ફંડ ન આપે. કોમ (સમુદાય)એ તેમની વાત પર ધ્યાન આપવું જોઇએ નહીં. કારણ કે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે. જે જમીન આપી છે. તેના પર કામ થઇ રહ્યું છે. તેના પર કામ થવા દો.”

 “હિન્દુ-મુસ્લિમોનો જે કેસ હતો તે પુરો થઇ ગયો છે. હવે હિન્દુ-મુસ્લિમોમાં એકતા છે. મંદિર-મસ્જીદનું રાજકારણ સહેજ પણ થવું જોઇએ નહીં. ઓવૈસી સાહેબે હિન્દુસ્તાનના મુસ્લિમો માટે યોગ્ય ન હોય તેવો ફતવો આપવો જોઇએ નહીં.

(8:57 pm IST)