મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

મોટા ભાગના ખેડૂતો કૃષિ કાયદાને સમજી શકતા નથી : નહિતર આખા દેશમાં આંદોલન શરૂ થાત:રાહુલ ગાંધી

મોટા બિઝનેસમેનના હિતમાં ભારત ચલાવવામાં આવી રહ્યું છે: દરેક ઉદ્યોગ પર 3-4 લોકોનો એકાધિકાર

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટો નિવેદન આપ્યું છે. કેરળના વાયનાડમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોટા ભાગના ખેડૂતો બિલમાં આપેલી ડિટેલને નથી સમજી શકતા, જો તેઓ સમજી જશે તો આખા દેશમાં આંદોલન શરૂ થઇ જશે

રાહુલે જણાવ્યું કે આજે તમે લોકો દેશની સ્થિતિ અંગે જાણો છો, દરેક માટે એ સ્પષ્ટ થઇ ગયુ છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી દ્વારા 2-3 મોટા બિઝનેસમેનના હિતમાં ભારત ચલાવવામાં આવી રહ્યું છે. આજે દરેક ઉદ્યોગ પર 3-4 લોકોનો એકાધિકાર છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણી થવાની છે, આ ચૂંટણી વિચારધારાની છે. આ યૂડીએફ, એલડીએફ અને આરએસએસની વિચારધારાની ચૂંટણી છે

રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થાનો મુદ્દો આગળ કરી મોદી સરકાર પર કટાક્ષ કર્યો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે વિશ્વની સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે બરબાદ કરી શકાય છે, તે કોઈ મોદી સરકાર પાસેથી શીખે. કોરોનાકાળમાં ભારતની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો નોંધાયો છે. ગાંધીએ લખ્યું કે વિશ્વની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને કેવી રીતે ખરાબ કરવામાં આવે છે, કોઈ મોદી સરકાર પાસેથી શીખે

અગાઉ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે કૃષિ કાયદાને પરત ખેંચવામાં આવે. બુધવારે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું એક ક્વોટ ટ્વટી કર્યું અને ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી. રાહુલ ગાંધીએ લખ્યું કે વિનમ્ર રીતે તમે વિશ્વને હલાવી શકો છે- મહાત્મા ગાંધી…

(7:02 pm IST)